Categories
Gujarat

અંબાલાલ પટેલ એ કરી એવી આગાહી કે ખેડુતો ની ચિંતા મા થશે વધારો….જાણો શું છે હવામાન અપડેટ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે.

આજે, એટલે કે 13મી મેના રોજ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ, 15મી થી 19મી મે દરમિયાન રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી અને વંટોળ સાથે વરસાદ આવી શકે છે. વધુમાં, 25મી મે થી 4થી જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ આકાર લેવાની સંભાવના છે, જે ચક્રવાતમાં પણ પરિવર્તિત થઈ શકે છે. 28મી મે થી 4થી જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી અંદમાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસું બેસી શકે છે. કેરળમાં ચોમાસું 28મી મે થી 4થી જૂન સુધીમાં પ્રવેશી શકે છે. આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની આગાહી અગાઉથી જ કરવામાં આવી છે.

ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂનની આસપાસ વરસાદની શરૂઆત થવાની સંભાવના છે, જ્યારે 25મી જૂન થી 5મી જુલાઈ વચ્ચે વરસાદનું પ્રમાણ વધી શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
India bollywood

મુસ્લિમ પરિવારે પોતાની દીકરીની લગ્નની એવી કંકોત્રી બનાવડાવી કે હવે ચારેય કોર વખાણ થઇ રહ્યા છે !! કંકોત્રીમાં હિન્દૂ દેવી-દેવતાનો ફોટો…

હાલમાં લગ્નની સીઝન શરૂ થઇ રહી છે, ત્યારે હાલમાં જ એક લગ્નની કંકોત્રી ચર્ચાનો વિષય બની છે. આ અનોખી ઘટના ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાંથી સામે આવી છે. એક મુસ્લિમ પરિવારે પોતાની દીકરીના લગ્નના કાર્ડ પર હિંદુ દેવી-દેવતાઓની તસવીરો છપાવી છે. આ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે અને લોકો આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ખરેખર આ કંકોત્રી જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

વાત જાણે એમ છે કે, અમેઠીના સિંહપુર બ્લોકના અલ્લાદીન ગામના શબ્બીર ટાઇગરની દીકરી સાયમા બાનોના લગ્ન 8 નવેમ્બરના રોજ થવાના છે. તેમના લગ્નના કાર્ડ પર ભગવાન ગણેશ, રાધા-કૃષ્ણ જેવા હિંદુ દેવી-દેવતાઓની તસવીરો છપાવવામાં આવી છે. શબ્બીરનું કહેવું છે કે તેમણે આવું કરીને સમાજમાં સકારાત્મક સંદેશો આપવા માંગે છે અને હિંદુ-મુસ્લિમ એકતાને પ્રોત્સાહન આપવા માંગે છે.

આ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ કાર્ડને હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો આને માત્ર એક સ્ટંટ માની રહ્યા છે.

આવી ઘટનાઓ આપણા સમાજ માટે એક આશાનો કિરણ છે. આપણે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને એકબીજા સાથે મળીને એક સુખી અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવું જોઈએ. હાલમાં સોશિયલ મીડિયામાં આ કંકોત્રી ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો અનેક પ્રકારની ચર્ચાઓ અને વિચારણા કરી રહયા છે

Categories
Viral video

અરે બાપ રે !! બાઈક ચાલાક યુવક સામે અચાનક જ આવી ગયા જંગલના રાજા, પછી જે થયું તે જોવાલાયક છે..જુઓ વિડીયો

મિત્રો હાલ સમયમાં જો વાત કરવામાં આવે તો દિવસેને દિવસે સોશિયલ મીડિયાના યુઝરો વધતા જ જઈ રહ્યા છે, એવામાં રોજબરોજના અનેક એવા ખાસ વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવતા હોય છે અને ખુબ ફેમસ પણ થતા હોય છે અમુક વખત તો વિડીયો પર મિલિયનની સંખ્યામાં લાઈકો હોય છે તો અમુક વખત તો કરોડોમાં વિડીયો પર વ્યવસ હોય છે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે, તમને ખબર જ હશે કે ગીરમાં સિંહની સંખ્યા ખુબ વધારે છે,હવે તો બીજા અનેક ગામો પણ સિંહના આંટા ફેરા શરૂ થઇ ચુક્યા છે પરંતુ મિત્રો ખાસ વાત એ છે કે સિંહ ક્યારેય માનવને પોતાનો શિકાર બનાવતો નથી આથી જ મનુષ્ય તથા સિંહો વચ્ચે સારા એવો મિત્રતાનો સબંધ બંધાયેલ છે.

હાલ વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક સિંહ ચાલતો ચાલતો ચાલતો આવે છે ત્યાં જ એક યુવક રસ્તા પર બાઈક લઈને ઉભેલ હોય છે, એવામાં સિંહ નીકળતા તે યુવક ત્યાંને ત્યાં જ અડીખમ રીતે ઉભો રહી જાય છે ત્યાં સિંહ જેવો તેની નજીક પોહચે તો છે પરંતુ તરત પોતાનો રસ્તો પણ બદલી લે છે. મિત્રો આજ વાત છે મનુષ્ય અને સિંહ વચ્ચેની.

 

View this post on Instagram

 

A post shared by Vijay Aapa (@asw_premi_ne_bethak_09)

હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર તો ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે, વિડીયો પર દસ લાખથી પણ વધારે વ્યવસ આવી ચુક્યા છે અને 1 લાખ 55 હજાર જેટલી વધારે લાઈક આવી ચુકી છે, વાયરલ થઇ રહેલા આ વિડીયો જોયા બાદ યુઝરો પણ બોલી રહ્યા છે કે સામે ઉભો રહેવા વાળો પણ મરદ ઉભો છે. આ વિડીયો વિષે તમારું શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.

Categories
Gujarat

ચોટીલા માં ચામુંડાના દર્શને જાવ તો સુરેન્દ્રનગરની આ જગ્યાઓએ જવાનું નહિ ભૂલતા !! એકથી એક ફરવાલાયક સ્થળો…જાણો લિસ્ટ

ચોટીલા માં ચામુંડા ધામને આપ સૌ કોઈ જાણતા જ હશો, આખા ગુજરાતની અંદર આ મંદિર એટલું બધું પ્રખ્યાત છે કે લોકો અહીં દૂર દૂરથી આવે છે અને ખુબ વધારે ભક્તોની ભીડ 365 દિવસ રહે છે, એમાં નવરાત્રીના દિવસોમાં તો અહીં ભક્તોની ખુબ ભારે ભીડ રહેતી હોય છે. અહીં એવા પણ અનેક શ્રદ્ધાળુઓ હોય છે જે બીજા રાજ્યોમાંથી પણ અહીં માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને ચોટીલા બાજુના અનેક ફરવાલાયક સ્થળો વિશે માહિતી આપવાના છીએ.

જો મિત્રો તમે સુરેન્દ્રનગર જાવ તો સૌ પ્રથમ ચોટીલા ચામુંડ માતાજીના મંદિરે જજો. માં ચામુંડાનું આ ખુબ જ સરસ મંદિર ઉચ્ચ પર્વત પર આવેલ છે, અંદાજિત રીતે કહેવામાં આવે તો આ માં ચામુંડાનું આ મંદિર 1250 ઊંચી પહાડી પર આવેલ છે, અમદાવાદથી 50 કિમિ તો રાજકોટથી ફક્ત 40 માઈલની દુરીએ આ મંદિર આવેલ છે.

ઘણા એવા લોકો છે જેને લાગે છે કે સુરેન્દ્રનગરની અંદર ફક્ત ચોટીલા જ ફરવાલાયક છે પરંતુ મિત્રો સુરેન્દ્રનગરમાં બીજા પણ અનેક સ્થળો છે જે જોવાલાયક છે, આ ખાસ સ્થળની અંદર વણીન્દ્રા ધામ છે જે પોઇચાના નીલકન્ઠધામનો જ એક બીજો ભાગ છે તેમ કહી શકાય, આ મંદિરની સૂરચના તથા સુંદરતા એટલી છે કે લોકો અહીં જવાનું ખુબ પસંદ કરે છે, આ મંદિર સ્વામીનરાયણ ભગવાનનું છે.

ચોટીલા ચામુંડ માના મંદિર તથા વણીદ્રા ધામ બાદ સુરેન્દ્રનગરની અંદર ત્રીજું ફરવાલાયક સ્થળ ત્રિમંદીર છે જે લિલ્લા હર્યા ભર્યા બગીચાથી ઘેરાયેલું આ અનોખું મંદિરમાં હાલ રોજબરોજ અનેક ભક્તો આવે છે અને ભગવાનના દર્શન કરે છે અને અહીં આવેલ મંદિરના પુરુષપર્મ પૂજ્ય દાદા ભગવાનની માહિતી વાળું મ્યુઝિયમ અને મીની થિયેટર આવેલ છે જ્યા વર્ષે 30 હજાર લઇ શકે છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ હવામહેલ પણ એક સારું ફરવાલાયક સ્થળ છે જ્યા એક વખત તો જવા જેવું છે જ.આ હવામહેલ સુરેન્દ્રનગરથી 7 કિમિના અંતરે આવેલ છે.

Categories
Gujarat

હજારો લોકો મફત મા ઘર બનાવી આપનાર ખજુરભાઈ નુ ઘર કેવુ છે ?? જુવો ઘરની અંદરની તસ્વીર..

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ખજૂરભાઈ ની ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતમાં દાન ધરમરૂપી ગંગા વહાવનાર ખજૂરભાઈ અનેક લોકોને ઘર બનાવી આપ્યું છે. અત્યાર સુધીમા તેમને અનેક કાચા મકાનોને પાકા મકાન કરીને બનાવી આપ્યા છે. જ્યારે તાઉ તે વાવાઝોડું આવ્યું ત્યારે થી લઈને સૌરાષ્ટ્રભરના અનેક ગામોના જઈને ઘર બનાવી રહ્યા છે. ત્યારે હવે વિચાર કરો કે, લોકોને ઘર બનાવી આપનાર ખજૂરભાઈ કેવા ઘરમાં રહે છે, તે જાણીએ.

લોક સેવામાં ખજૂરભાઈ એ કરોડો રૂપિયા ખર્ચ્યા છે, ત્યારે ખરેખર આપણે સૌ કોઈ તેમના આભારી છે. જેમને ની સ્વાર્થ ભાવે લોકોની સેવા કરીને ખૂબ જ ઉમદા કામગીરી કરી છે. ત્યારે આજે આપણે ખજૂરભાઈના અંગત જીવનની ખાસ વાત વિશે વાત કરીશું.દરેક વ્યક્તિઓને ઇચ્છા થાય છે કે, ખજુર ભાઈ ક્યાં રહે છે અને તેમનું ઘર કેવું છે?

તો આજે અમે આપને ખજૂરભાઈ નાં ઘર વિશે માહિતી આપીશુ. તમને જાણીને નવાઈ લાગશે કે, ખજુર ભાઇ નું ઘર ખૂબ જ વૈભવશાળી છે. આ ઘર નું ઇન્ટીયનર ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. ઘરના હોલમાં કષ્ટભંજન દેવની પ્રતિમા ખૂબ જ પ્રભાવશાળી છે. આને ઘરની દીવાલ પર યૂટ્યૂબ નાં સિલ્વર અને ગોલ્ડ મેડમ છે.

તેમજ આ ઘર નાં બેડ રૃમ, કિચન, લિવિંગ રૂમ નું ફનીચર અને પ્લાનિંગ ખૂબ જ આકર્ષક છે.તમને જાણીને આશ્ચય થશે કે ખજૂરભાઈ બારડોલીના બર્ડન લેગસિટીમાં રહે છે. આ ઘરના ત્રણ લોકો જ રહે છે અને તેમની સાથે તેમના પાલતું ડોગ પણ સામેલ છે. ખરેખર ખજુર ભાઇનું ઘર ખૂબ જ આકર્ષક છે. આ ઘર નાં બ્લોગ નીસાથેનીચેઆપેલ.વીડિયોમાં તમને ખજુર ભાઈના આ ઘર વિશે વધુ જાણવા મળશે. ખરેખર આ ઘર ને જોતા જ એવું થાય કે કેટલું સુંદર ઘર બનાવ્યું છે. એકદમ શાંતિ ની અનુભૂતી અને આંખો ને મોહી જાય એવું ઘર છે.

ખરેખર ખજુર ભાઈએ અથાગ પરિશ્રમ થકી આ શાનદાર અને આલીશાન ઘર બનાવેલું છે. આ વૈભવશાળી ઘર જોઈને તમને પણ જરૂર ઈચ્છા થાય કે, મારૂ ઘર પણ આવું જ આકર્ષક હોય. ખજુર ભાઈનું ઘર જોતા જ તમારા સપનાનું આ ઘર બની જશે. ખરેખર ખજુર ભાઈ આજે જે પણ સફળતા મેળવી એ આવડત અને તેમના નિખાલસ સ્વભાવ દ્વારા મેળવી છે, હજુ તો તેઓ નિરાધાર વડીલો ઘરડાઘર પણ બનાવી રહ્યા છે. તેમની સેવાની કામગીરી અવિરત ચાલુ છે, ત્યારે આપણે ખજૂર ભાઈ માટે પ્રાર્થના કરીએ તેઓ સદાય સ્વસ્થ અને સુખમય રહે.

Categories
bollywood

બૉલીવુડની આ સુપર ડુપર ફિલ્મની ટિકિટ 44 વર્ષ પહેલા ફક્ત આટલા જ રૂપિયામાં મળતી!! ટીકીટનો રેટ જાણી આંચકો લાગશે….

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક જૂની મૂવી ટિકિટે ધમાલ મચાવી છે – ૧૯૮૦માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન અભિનીત ‘ધ બર્નિંગ ટ્રેન’ની ટિકિટ! આ ટિકિટ એરોઝ થિયેટરની છે, જેમાં તારીખ, સમય અને ભાવની વિગતો લખેલી છે. આ જૂની ટિકિટની કિંમત અને તે જમાનાની યાદોને કારણે લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. ખરેખર આજના જમાના સામાન્ય કે મલ્ટીપ્લેક્સ સિનેમામાં ટિકિટના દર ૨૦૦ રૂપિયાથી લઈને ૫૦૦ થી વધુ પણ હોય શકે છે, ત્યારે આજથી ૪૪ વર્ષ પહેલાં ટિકિટના ભાવ એટલા હતા કે તમે પણ વિચારમાં પડી જાવ.

આજના ભવ્ય થિયેટરો અને મોંઘીદાટ ટિકિટોના જમાનામાં, માત્ર ₹૭ માં મૂવી જોવાની વિચારણા પણ અકલ્પનીય લાગે છે. આ ટિકિટ એક સમયની સરળતા, મનોરંજનની પરવડે તેમ હોવા અને સિનેમા પ્રત્યે લોકોના જુસ્સાની ઝલક આપે છે.સોશિયલ મીડિયા પર આ ટિકિટને ઘણી શેર કરવામાં આવી છે અને તેના પર ટિપ્પણીઓનો ધસારો થયો છે. કેટલાક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

કેટલાક લોકોએ ફિલ્મ જોવાની પોતાની યાદો શેર કરી છે. કેટલાક લોકોએ આજના સમયની મોંઘીદા ટિકિટોની સરખામણીમાં જૂના જમાનાની પરવડે તેમ હોવાની પ્રશંસા કરી છે. આ જૂની ટિકિટ એક ઐતિહાસિક યાદગીરુ છે, જે આપણને ભૂતકાળમાં લઈ જાય છે અને સિનેમાના સુવર્ણ યુગની ઝલક આપે છે. તે આપણને યાદ અપાવે છે કે મનોરંજન કેટલું પરવડે તેમ રહેવું જોઈએ અને તે દરેક વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ શું તમે તમારી પાસે પણ આવી જૂની ટિકિટો રાખી છે.

સોશિયલ મીડિયા પર શેર કરીને અન્ય લોકો સાથે તમારી યાદો શેર કરો!૧૯૮૦ ની ક્લાસિક ફિલ્મ “ધ બર્નિંગ ટ્રેન” એક એવી રોમાંચક સફર છે જે તમને છેલ્લે સુધી બાંધી રાખે છે. ધર્મેન્દ્ર હેમા માલિની, મૌસુમી ચટર્જી અને પ્રેમ ચોપરા સહિતના કલાકારોએ પણ શાનદાર કામ કર્યું છે. જેમને રોમાંચક અને સામાજિક ડ્રામા ફિલ્મો ગમે છે તેમણે ચોક્કસથી આ ફિલ્મ જોવી જોઈએ.

Categories
Viral video

સુરતના ડાયમંડ ગોવિંદભાઈ ધોળકિયાના પૌત્રને રસ્તાઓ પર લીંબુપાણી વેચવું પડ્યું, કારણ જાણીને તમે પણ વખાણ કરશો…જુઓ વિડિયો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, શ્રીમંત પરિવારમાં સંતોનોને કોઈપણ જાતના સંઘર્ષ વિના સફળતાના શિખરે ચડાવી દેવામાં આવે છે, પરંતુ આજે અમે વાત કરીશું એક એવા વ્યકિતની જે પોતાના પરિવારના સભ્યોને કરોડોના બિઝનેસમાં સામેલ કરતા પહેલા જ પોતાના પરિવારથી દૂર કરીને બહારની દુનિયા અને લોકોને ઓળખવા મોકલી દે છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક યુવાનનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, આ યુવાન શ્રીમંત પરિવારનો છે છતાં પણ રસ્તાઓ પર લીંબુ પાણી વેચી રહ્યો છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ યુવાન સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાનો પૌત્ર ધ્રુવ ધોળકિયા છે. ખરેખર આ સાંભળતાની સાથે તમારા પગ તળે પણ જમીન સરકી જાય કે, અબજોપતિ હોવા છતાં પણ ધ્રુવ શા માટે રસ્તા પર લીંબુ પાણી વેચી રહ્યો છે? તમને જણાવી દઈએ કે, માત્ર ધ્રુવ નહી પરંતુ તેના કાકા અને મોટાભાઈ પણ પરિવારથી દૂર રહી બીજા શહેરોમાં કામ કર્યું છે. ખરેખર ગોવિંદભાઈ ની વિચાર ધારા લોકો માટે પ્રેરણા રૂપ સમાન છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે, ધ્રુવ જણાવ્યું કે, દાદાએ સૌથી પહેલા મારા કાકા અને મારા મોટા બાપુજીના છોકરાને પણ બહાર મોકલેલ અને હવે મને. તેનું કારણ એ છે કે, તમે આપણો બિઝનેસ સંભાળો એ પહેલા તમારી લાયકાત તો હોવી જોઈએ અને તમને અનુભવ હોવો જોઈએ કે તમારે ત્યાં કે એમ્પલોય કામ કરે છે તેનું ઘર કઈ રીતે ચાલે છે? ખરેખર ગોવિંદભાઈ ના આ વિચારો પાછળ તેનો સંઘર્ષ રહેલો છે, સફળતા તેમને સોનાનો થાડીમાં પીરસાયેલી નથી મળી પરંતુ શૂન્યમાંથી સર્જન કરીને આપમેળે સોનાની થાડી ખરીદીને પોતે જાતે સફળતાને પીરસી છે.

આજે તેઓ પોતાના સંતાનો બહાર એટલા માટે મોકલે છે કે, તે દુનિયાને જાણે અને લોકોને ઓળખે તેમજ લોકો કેવી રીતે પોતાનું જીવન જીવે છે તે સમજે કારણ કે જ્યારે વ્યક્તિ સંઘર્ષ કરે છે, ત્યારે જ તેને સફળતાની કિંમત સમજાય છે. ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાનું જીવન તો ઉજ્જળ બનાવ્યું છે પરંતુ તેઓ પોતાના પરિવારના દરેક સભ્યોને પણ પૈસાની કિંમત સમજાવી રહ્યા છે તેમજ એ વાત શીખવે છે કે ધનવાન બનતા પહેલા માણસે માનવતા શીખવી જરૂરી છે.

Categories
Gujarat

ઘર ઘરમાં જાણીતું વાડીલાલ આઈસ્ક્રીમની કંપની શરૂ કરનાર છે આ ગુજરાતી! એક સોડાની દુકાનમાંથી આ રીતે બનાવી અબજોની કંપની…

વાડીલાલ એ નામ આજે ભારતમાં કોઈને પણ નવું નથી. ૧૯૦૭માં શરૂ થયેલી આ ગુજરાતી કંપની આજે દેશની સૌથી મોટી અને સૌથી જૂની આઈસ્ક્રીમ કંપનીઓમાંની એક છે. ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી, વાડીલાલનું જાદુ લોકોના દિલ પર રાજ કરી રહ્યું છે.

આ બ્રાન્ડની કહાની કંપનીના સ્થાપક વાડીલાલ ગાંધી સાથે શરૂ થાય છે. હાથથી ચાલતી સ્વદેશી આઈસ્ક્રીમ મશીનથી શરૂ થયેલી આ કંપની આજે ૨૦૦થી પણ વધુ ફ્લેવરમાં આઈસ્ક્રીમ વેચે છે. ૪૯ દેશોમાં ફેલાયેલો આ બિઝનેસ ૧૭૦૦ કરોડ રૂપિયાથી પણ વધુનો માર્કેટ કેપ ધરાવે છે. ચાલો જાણીએ કે કેવી રીતે બન્યો આ બ્રાન્ડ આટલો મોટો…

મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા વાડીલાલ ગાંધીએ ૧૯૦૭માં ગુજરાતના અમદાવાદમાં એક નાની સોડા શોપ ખોલી હતી. આ દુકાનની લોકપ્રિયતા ગુજરાતમાં ઝડપથી વધવા લાગી. તેમણે ‘કોઠી’ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોડા વેચવા અને આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી. તે સમયે હાથથી ચાલતી મશીનનો ઉપયોગ કરીને બરફને મીઠું અને દૂધ સાથે ભેળવીને આઈસ્ક્રીમ બનાવવામાં આવતી હતી. વાડીલાલ થર્મોકોલના કન્ટેનરોમાં આઈસ્ક્રીમને બરફની સિલ્લીઓ વચ્ચે રાખીને હોમ ડિલિવરી પણ કરતા હતા.

વાડીલાલની આઈસ્ક્રીમ એટલી સ્વાદિષ્ટ હતી કે ઓછા સમયમાં જ તેની ખૂબ માંગ થવા લાગી. આ રીતે ઓછા સમયમાં જ તેમનો બિઝનેસ ખૂબ સફળ થઈ ગયો. આઈસ્ક્રીમ બનાવવાનો બિઝનેસ વાડીલાલ ગાંધીએ પોતાના પુત્ર રણછોડલાલ ગાંધીને સોંપ્યો.

રણછોડલાલ ગાંધીએ પોતાના પરિવારના બિઝનેસને આગળ ધપાવ્યો અને ૧૯૨૬માં જર્મનીથી આઈસ્ક્રીમ બનાવવાની એક મશીન મંગાવી. તે જ વર્ષે તેમણે દેશમાં પહેલું આઈસ્ક્રીમ આઉટલેટ ખોલ્યું. ૧૯૫૦માં, રણછોડલાલે કસાટા આઈસ્ક્રીમ લોન્ચ કરી જે ખૂબ જ લોકપ્રિય બની. આ સાથે જ વાડીલાલની બ્રાન્ડ મેકિંગની પણ શરૂઆત થઈ.૧૯૭૦માં, વાડીલાલે વિશાળ રેન્જ ઓફ આઈસ્ક્રીમ પાર્લર ખોલવાનું શરૂ કર્યું જે ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા.

આજે, વાડીલાલ ભારતની સૌથી મોટી આઈસ્ક્રીમ કંપનીઓમાંની એક છે. તે ૨૦૦થી પણ વધુ ફ્લેવરમાં આઈસ્ક્રીમ વેચે છે અને ૪૯ દેશોમાં તેનો બિઝનેસ ફેલાયેલો છે. કંપનીનું ટર્નઓવર ૧૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને તેનો માર્કેટ કેપ ૧૭૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે.

Categories
Viral video

હંસાબેન નો આવો અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય! સોશિયલ મીડિયાના આ નવો વીડિયો મચાવી રહ્યો છે ધૂમ, જુઓ વિડિયો

સોશિયલ મીડિયા પર હાલમાં ” હંસાબેન ભરતભાઈ પરમાર ” ના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ એક નાની છોકરી સાથે હંસાબેન નો વિડીયો વાયરલ થયો છે.

ગુજરાતના મવડી ફાયર બ્રિગેડ વિસ્તારમાં રહેતા હંસાબેન ભરતભાઈ પરમારના તાજેતરના વાયરલ વિડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વિડિયોમાં, એક નાની છોકરી હંસાબેનને ડાયલોગ બોલાવતી જોવા મળે છે. છોકરી હંસાબેનને પૂછે છે કે, “ચશ્મા લગાઓના, ક્યાં નામ હે આપકા સાહેબ?” તો હંસાબેન પોતાની આગવી શૈલીમાં પોતાનું નામ બોલે છે “હંસાબેન ભરતભાઈ પરમાર, મવડી ફાયર બ્રિગેડ”

આ વિડિયોમાં હંસાબેનની હાસ્યમય શૈલી લોકોના દિલ જીતી લીધા છે.હંસાબેન ભરતભાઈ પરમારની ઉંમર  ૫૦ વર્ષ છે,  આ ઉંમરે પણ તેમની લોકપ્રિયતા વધી રહી છે અને તેનું એક માત્ર કારણ છે તેમની બોલી. હંસા બેન પોતાનું નામ બોલીને સોશિયલ મીડિયામાં ફેમેસ થઈ ગયા.

સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા બાદ હંસાબેન ના વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો હંસાબેનની પ્રશંસા કરી રહ્યા છે અને તેમને પ્રેરણાસ્ત્રોત માનવા લાગ્યા છે. હંસા બેને સૌને મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો છે કે, મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે અને તેમના પ્રતિભા અને કુશળતા દ્વારા કંઈપણ સિદ્ધ કરી શકે છે.

Categories
Gujarat

કાળઝાળ ગરમીને લઈને અંબાલાલ પટેલે કરી ફરી મોટી આગાહી! જાણો મે મહિનામાં ગરમી કેવી રહેશે?

ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે આ કાળજાળ ગરમીમાં અનેક લોકો ગરમીથી ત્રાહિમામ ત્રાસી ગયા છે કારણ કે ગરમીના કારણે તેમજ એક સ્ટોક જેવી અનેક સમસ્યાઓનો લોકોને સામનો કરવો પડે છે. તરફ ગરમી સતત વધી રહી છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે તે આગાહી મુજબ ગરમીનું પ્રમાણ કેવું રહેશે અને શું વધારો થશે તે તેમને જણાવ્યું છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનાના શરતોમાં વાતાવરણ વાદળ છવાઈઓનું રહેશે તેમ જ સૌથી ખાસ વાત એ છે કે ચાર મેથી હવા મનમાં મોટો પલટાવી શકે છે તેમ જ છ તારીખથી લઈને 7 તારીખ સુધી ફરી ગરમી પડશે પટેલ એ પણ જણાવ્યું છે કે કયા શહેરમાં અંદાજિત કેટલી ગરમી પડી શકે છે

તે મુજબ ગુજરાતના સુરતમાં 36 ડીગ્રી, રાજકોટમાં 43,વડોદરા 42, કચ્છમાં 39 ડીગ્રી, બનાસકાંઠામાં 43 અને જામનગરમાં 39 ડીગ્રી તાપમાન રહેશે.સૌથી ખાસ વાત એ છે કે, તા. 10થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડશે.20મેથી ફરી ગરમી અને 24 મેથી 4 જૂન સુધી ફરી વરસાદ પડશે.

17 જૂન પછી દક્ષિણ ગુજરાતમા વરસાદની એન્ટ્રી થશે. એક તરફ ગરમી અને બીજી તરફ વરસાદની પણ આગાહી છે ત્યારે આગામી વાતાવરણ કેવું રહેશે તે તો સમય આવે ત્યારે જ ખબર પડશે..