અંબાલાલ પટેલ ની મોટી આગાહી 27 સપ્ટેમ્બર પછી કેવો રહેશે વરસાદ…

હાલ સમગ્ર રાજ્ય માં વરસાદી માહોલ જામીયો છે. મળતી માહિતી મુજબ આવા સમય એ સપ્ટેમ્બરમાસ ના બીજા અઠવાડીયાથી જામેલ ચોમાસા ને કારણે સમગ્ર રાજ્ય માં ૮૧ ટકા વરસાદ પડ્યો છે.અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ૨૭ થી ૫ ઓક્ટોબર દરમિયાન રાજ્ય માં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાત ના ઉતર-પૂર્વીય ભાગ સહીત મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ના ભાગો માં સારો વરસાદ પડી શકે છે. ૧૨ થી ૧૫ ઓકટોબર દરમિયાન વાદળીયું અને ૨૦ થી ૨૨ ઓક્ટોબર માં વાતાવરણ માં ફેરફાર જોવા મળશે.

સપ્ટેમ્બરના પેલા અઠવાડિયા ની વાત કરી એ તો ત્યારે રાજ્ય માં ૫૦ ટકા વરસાદ ઓછો પડયો હતો. પરન તું બીજા અઠવાડિયા માં જામેલ ચોમાસા ને કરણે હાલ રાજ્ય માં ૮૧ ટકા વરસાદ પડી ચુકીયો છે. જેને કરણે આ ઘટ હવે ૧૯ ટકા થય ગય છે. પરંતુ હજુ પણ ૮ આવે જિલ્લા છે કે જ્યાં આ ઘટ ૪૦ ટકા થી પણ વધુ છે.

રાજ્ય માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં જયારે વરસાદ જમીયો છે, ત્યારે સાવ કોરા ધાકડ અમદાવાદ માં પણ વરસાદ એ માહોલ જમાંવિયો છે. અમદાવાદ માં હજુ સુધી ૨૫ ઇંચ વરસાદ પડયો છે. પરંતું હજુ પણ અહી ૪૦ ટકા જેટલી ઘટ જોવા મળે છે. વાસણા બેરેજનું અત્યાર ના લેવલ ની વાત કરી એતો તે ૧૨૯.૫૭ ફૂટ છે, અને તેના બધા દરવાજા બંધ કરવા માં આવેલ છે.

અમદાવાદ માં હજુ પણ ૪૦ ટકા જેટલી વરસાદી ઘટ જોવા મળે છે. અહી જુન માસ ની શરુઆતથી અત્યાર સુધીમાં ૬૫૫.૭ મીમી જરુરીયાત ની સામે ૩૭૫.૪ મીમી વરસાદ પડ્યો છે. જયારે સમગ્ર રાજય માં આ સમય ગાળા દરમીયાન ૬૫૮.૧ મીમી ની સામે ૫૩૪.૬ મીમી વરસાદ પડયો છે. જે લગભગ ૮૧ ટકા જેટલો છે.
રાજ્ય માં સૌથી વધુ વરસાદ ની ઘટ દાહોદ માં છે, જે ૪૭ ટકા છે. બાકીના ૮ જિલ્લા માં ૫ થી ૪૫ ટકા ઘટ છે. દેવભૂમિ દ્વારકા માં સૌથી વધુ ૪૫ ટકા જેટલો વરસાદ પડ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *