દેશમાં માર્ગ અકસ્માતના ઘટનામાં સતતને સતત વધારતો થતો જઈ રહ્યો છે જેમાં લોકો એ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવા અકસ્માતોને અટકાવા માટે સરકાર દ્વારા અલગ અલગ કાયદાઓ ઘડવામાં આવ્યા છે જેના લીધે થોડા અંશેતો ફેરફાર થયો છે પરંતુ લોકોને વધુ જાગૃતતાની જરૂર છે.
એવી જ એક ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ જેમાં આવી જ એક ઘટના બની છે જેમાં ૫ લોકોનું મૃત્યુ થું હતું જયારે ૧૨ લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં કઈક એવું થાય છે કે દિલ્હી જઈ રહેલી અંબાલા-ચંડીગઢ જઈ રહેલી બસએ માર્ગ પર ઉભેલ બે અન્ય પર્યટક બસ સાથે અથડાઈ હતી જેમાં પાંચ લોકોનું મુત્યુ થયું હતું જયારે ૧૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસ આ ઘટના વિશે જાણ આપતા કહે છે કે મૃતક વ્યક્તિઓમાં ઝારખંડના ૨૧ વર્ષના રાહુલ, ઉત્તર પ્રદેશના ૨૨ વર્ષના પ્રદીપ કુમાર, છતીસગઢના ૫૩ વર્ષના રોહિત કુમાર અને ૪ વર્ષના મેના બાઈની થઈ હતી જ્યાર અન્ય મૃતકની ઓળખાણ થઈ હતી નહી. તેઓ આગળ જણાવે છે કે બે બસો એટલી ગંભીર રીતે ક્ષતીગ્રસ્ત થઈ હતી કે જેને ક્રેનની મદદથી રસ્તા પરથી દુર કરવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં ત્રણેય બસએ પ્રાઈવેટ હતી, પોલીસનું કેહવું છે કે ઘટનાને જોઇને એવું પ્રતીત થાય છે કે જમ્મુ તરફથી દિલ્હી તરફ આવતા કોઈ વાહનને ઓવરટેક કરવા જઈ રહી હતી ત્યારે જ તેનું માર્ગ પર ઉભી રહેલ બસ સાથે અથડામણ થઈ હતી અને આ દુર્ઘટનાએ શેહરમાં હડકંપ મચાવી દીધો હતો. હાલતો આ બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી દેવામાં આવ્યો છે જયારે બીજી તપાસ હાલ શરુ છે.