મિત્રો બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મહાન અભિનેતા અક્ષય કુમારથી તો આપ સૌ કોઈ પરીચીત જ હશો, તમને જણાવી દઈએ કે અક્ષયએ તેની એક્ટિંગ અને પોતાના અભિનય દ્વારા દર્શકોના મનમાં પોતાની એક અલગ છાપ ઉભી કરી છે જેના લીધે આજે આ અભિનેતાએ લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને ઘણી બધી સફળ ફિલ્મો આપી છે.
તમને જણાવી દઈએ કે અક્ષય કુમારએ ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કર્યાં હતા અને હવે તેઓ ખુબ સુખી રીતે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પેહલા ૨૯ ડીસેમ્બના રોજ આ ટ્વિંકલ ખન્નાએ પોતાનો ૪૮ માં જન્મદિનની ઉજવણી કરી હતી. તે દિવસે ટ્વિન્કલને ઘણા બધા ફિલ્મી અભિનેતા-અભિનેત્રીઓ દ્વારા જન્મદિનની શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ હતી.
અક્ષય કુમારએ પોતાની પત્નીને જન્મદિનની શુભેચ્છા આપતા તેણે અભિનેત્રીની સાથેની ખુબ રોમેન્ટિક તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ અભિનેતાએ તેની પત્નીના જન્મદિવસને ખાસ બનવા માટે પોતાના પરિવાર સાથે માલદીવ્સ ફરવા ગયા હતા અને ત્યાં જ તે પોતાની પત્ની ટ્વિન્કલ ખન્નાના જન્મદિનની ઉજવણી કરી હતી. અક્ષય કુમારએ આ દિવસે પોતાની પત્ની સાથેની ઘણી બધી તસ્વીરો શેર કરી હતી. જેની સાથે તે કેપ્શનમાં જણાવે છે કે ‘ તારો સાથ મારી સાથે છે એટલા માટે જીવનની કોઈ પણ કઠીન પરીસ્થિતીને પાર કરવી મારા માટે સેહલી છે.’
અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો હજી થોડા સમય પેહલા જ તે ‘સુર્યવંશી’ ફિલ્મ ૧ વર્ષ બાદ રીલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી, આ ફિલ્મમાં અક્ષયએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું જયારે અભિનેત્રી કેટરીના કેફ હતી. હવે સૂર્યવંશીની સફળતા બાદ અક્ષયની બીજી ફિલ્મ ‘અતરંગી રે’ ફિલ્મ રીલીઝ થઈ ચુકી છે, આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર ધનુષ, અભિનેત્રી સારા અલી ખાન અને અક્ષય કુમારે પોતાના કીરદારો નિભાવ્યા છે. આ ફિલ્મને પણ લોકો દ્વારા ખુબ પ્રેમ આપવામાં આવી રહ્યો છે.