India

અગ્નિ સ્નાન કરીને આત્મ હત્યા કર્યા બાદ યુવતીનો મળ્યો પત્ર પિતા અને ભાઈએ પોલીસ પર ………..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અનેક પ્રકારની અમાનવીય બનાવો ઘટી રહ્યા છે. અને આવી ઘટનાઓ એ છેલ્લા ઘણા સમયથી સમાજમાં હાહાકાર મચાવ્યો છે. સમાજમાં અનેક એવા બનાવો પણ નજરે પડે છે કે જેના કારણે લોકોમાં ગુસ્સાની લાગણી જોવા મળે છે. લોકો પોતાના સ્વાર્થ માટે અન્યને હેરાન કરતા હોઈ છે તેમના આવા અમાનવીય કૃત્યનું પરિણામ એવું આવે છે જેના કારણે લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. કે તેઓ આત્મ હત્યા જેવા પગલાં પણ ભરી બેસે છે.

હાલ આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક યુવતીએ અમુક લોકોની ધાક ધમકી અને તેમના દ્વારા કરવામાં આવતા બ્લેકમેલ ના કારણે એટલી હદે કંટાળી ગઈ હતી કે જેના કારણે તેણે આત્મ હત્યા જેવું ગંભીર પગલું ભરી લીધું હતું. આ દુઃખદ ઘટના અંગે વિગતો આ પ્રમાણે છે. જણાવી દઈએ કે આ બનાવ જબલપુર ના મસ્તાના ચોક પાસે આવેલ રાંઝી નો છે. કે જ્યાં એક યુવતીએ પોતે જ અગ્નિ સ્નાન કરીને આત્મ હત્યા કરી છે. જણાવી દઈએ કે આ ઘટના બાદ તેને સારવાર માટે મેડિકલ કોલેજ હોસ્પિટલ માં સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

જો વાત આ મૃતક યુવતી અંગે કરીએ તો તેનું નામ અભિલાષા ઉર્ફે ખુશી હતું. તેઓ પરિવાર માં ચાર બહેનો માં સૌથી નાના હતા અને કેન્દ્રીય વિદ્યાલય વીએફજે ના આગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા. તેમના પિતા રીક્ષા ચાલાક હતા. ખુશીની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી. જો વાત તેની આત્મ હત્યા પાછળના કારણ અંગે કરીએ તો તેના પિતા મુકેશ જૈન ના જણાવ્યા અનુસાર તેની આત્મ હત્યા નું કારણ બદમાશો દ્વારા કરવામાં આવતું બેલ્કમેલ અને માનસિક પ્રતાડના છે.

જણાવી દઈએ કે ખુશીના મૃત્યુ પછી તેના દેહને પરિવારને સોંપવામાં આવ્યું હતું જ્યાં તેના ભાઈએ તેને મુખાગ્નિ આપી હતી. પોતે આત્મ હત્યા કરતા પહેલા ખુશીએ એક પત્ર પણ લખ્યો હતો જે હાલ પોલીસ ને મળ્યો છે. આ પત્રમાં તેમણે પોતાની આત્મ હત્યા પાછળના આરોપીઓ અંગે માહિતી આપી હતી. જણાવી દઈએ કે આરોપીઓ માં છ લોકોનો સમાવેશ થાય છે. જે પૈકી ત્રણ લોકો નાબાલિક છે. આ ઉપરાંત તેમણે પત્રમાં જણાવ્યા હતું કે રાંઝી પોલીસ દ્વારા સુનવણી ના કરાવતા તેમની પાસે આત્મ હત્યા કર્યા સિવાય કોઈ રસ્તો ન હતો.

ખુશી દ્વારા લખેલા આ પત્ર બાદ પોલીસ દ્વારા જણાવેલ તમામ છ લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કલમ 306 સહીત અન્ય કલમો દાખલ કરવામાં આવી છે. જો વાત આરોપી ઓ અંગે કરીએ તો તેમાં આશા ખન્ના અને ઉર્મિલા ચૌધરી સહીત મમતા કેવટ નો સમાવેશ થાય છે, જયારે અન્ય ત્રણ લોકો નાબાલિક છે.

ખુશીના પિતા મુકેશ જૈન ના જણાવ્યા અનુસાર આ તમામ આરોપીઓ એ જબરન રીતે ખુશીના ફોટાઓ પડ્યા હતા. અને આ ફોટાના કારણે તેઓ ખુશીને હેરાન કરતા હતા અને પૈસાની માંગણી પણ કરતા હતા. તેમણે ખુશીને ધમકી પણ આપી હતી કે જોતે પાંચ હજાર રૂપિયા નહિ આપે તો તેઓ તેના પિતાને મારી નાખશે. ખુશીના પરિવાર ના જણાવ્યા અનુસાર એક આરોપી કે જે કંચન પુરનો નિવાસી હતો તે ખુશી જે વિસ્તારમાં રહેતી હતી તે જ વિસ્તારમાં ભાડે રહેતો હતો અને ઘણી વખત તે ખુશીને રસ્તામાં છેડતી પણ કરતો હતો.

એક દિવસ ખુશી પોતાની બહેનો સાથે આ બાબત ની ફરિયાદ કરવા માટે પોલીસ પાસે ગઈ હતી ત્યારે પણ આ આરોપીઓ પોલીસ સ્ટેશન ના દરવાજા પાસે જ ઉભા રહ્યા હતા. જે બાદ પિતાએ જણાવ્યું હતું કે જો પોલીસ દ્વારા ફરિયાદ પછી ઉચિત કાર્યવાહી કરવામાં આવી હોટ તો તેમની પુત્રીને આત્મ હત્યા ના કરવી પડી હોત. ખુશીની મોત પછી પરિવારમાં શોક નો માહોલ છે અને લોકોમાં રોશ પણ જોવા મળે છે. પરિવારે માંગણી કરી છેકે તમામ આરોપીઓ ને ઘણી જ કઠિન સજા આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *