Gujarat

અમદાવાદ માં ફરિ એકવાર એસટી બસની હડફેટે આવતા એક વ્યક્ત્તિએ પોતાનો જીવ ગુમાવ્યો…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે. પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે.

અકસ્માત નું કારણ જે પણ હોઈ પરંતુ આવી ઘટનામા જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ. આપણે અહીં એક એવાજ અકસ્માત અંગે વાત કરવાની છે કે જ્યાં એસટી એ એક સ્કૂટર ને ટક્કર મારી છે જેના કારણે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમવ્વો પડ્યો છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત અમદાવાદમા ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ જવાના રોડ પર સર્જાયો હતો અહીં એક એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિને પોતાનો જીવ ગુમવ્વો પડ્યો હતો.

જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામનાર વ્યક્તિ વિશે કરિએ તો તેમનું નામ દીપકભાઈ હતું. તેમની ઉંમર 70 વર્ષ હતી અને તેઓ અહીં નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. તેઓ અને તેમની પુત્રી મેઘા બહેન કંસારા પરિવાર સાથે રહેતા હતા. મેઘા બહેન ફેમિલી કોર્ટમાં તેઓ વકીલ છે. તેઓ પિતા દીપક ભાઈ સાથે બપોર ના સમયે એક્ટિવા લઈ અને ગીતામંદિર આરોગ્ય ભવન ખાતે દાખલો કઢાવવા ગયા હતા.

તે સમયે પાછળથી આવી રહેલ એસટી બસે તેમની એકટિવા ને ટક્કર મારી હતી જેના કારણે અકસ્માત સર્જાયો અકસ્માત ના કારણે બંને એકટિવા પરથી નીચે પડી ગયા હતા. જેના કારણે દીપકભાઈ બસની પાછળના ટાયરમાં આવી જતા કચડાઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *