અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સર્જાયો મોટો અક્સમાત જેના કારણે ભાજપ સભ્ય સહિત 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો જ્યારે 4 લોકો…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે દરરોજ આવી ઘટના વિશે જોતાં અને સાંભળતા હોઈએ છિએ. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે. પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામે વાળા ની ભૂલને કારણે પણ અકસ્માત સર્જાય છે. જેની કિંમત અન્યને ચૂકવવી પડતી હોઈ છે.

અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ. આપણે અહીં એક એવાજ અકસ્માત વિશે વાત કરવાની છે કે જ્યાં એક બે નહીં પરંતુ ત્રણ વાહનો વચ્ચે અથડામણ થતાં કમકમાટી ભર્યો અક્સ્માત સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત વલસાડ જિલ્લાના ભીલાડ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ભીલાડ ફાટક નજીક આ અકસ્માત સર્જાયો હતો. અહીં બસ, કન્ટેનર અને એક ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો છે.

જો અક્સ્માત સર્જાવ્વના કારણ વિશે માહિતી મેળવીએ તો તમને જણાવી દઈએ કે આ વિસ્તાર માં એક કન્ટેનર ફુલ સ્પીડ માં આવી રહ્યું હતું. તે સમયે આ કન્ટેનરએ એક ટેમ્પોને ટક્કર મારી હતી. જેના કારણે આ બંને વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ આ ટેમ્પો કન્ટેનર સાથે અથડાતા તે હાઇવેના બીજા ભાગ માં અનિયંત્રિત થઈ ને પહોંચી ગયો હતો. જેના કારણે આ ટેમ્પો હાઇવે પર જઈ રહેલ એક બસ સાથે ટક્કરયો અને ફરી અકસ્માત સર્જાયો. આમ અહિ આ ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત ના કારણે ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જયારે ચાર લોકો ને ઈજા પહોંચી છે. અકસ્માત બાદ કન્ટેનર ચાલાક ત્યાંથી ભાગી ગયો હતો. ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી અને રાહત કામગીરી શરૂ કરી. ઉપરાંત ફરાર કન્ટેનર ચાલાકની તપાસ પણ શરૂ કરી છે.

જો વાત આ અક્સ્માત માં મૃત્યુ પામેલ અને ઈજાગ્રસ્ત લોકો અંગે વાત કરીએ તો પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યારે મૃત્યુ પામેલા વ્યક્તિઓ વિશે વાત કરીએ તો તેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડું ગામના વતની મુકેશભાઈ ધોડી અને તેમના પત્ની સહિત ટેમ્પોમાં સવાર બીજા એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું.

જો વાત આ અકસ્માત માં મૃત્યુ પમનાર વ્યક્તિ મુકેશભાઈ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે મુકેશભાઈ ઉમરગામ તાલુકા પંચાયતના ફણસા બેઠકના તાલુકા પંચાયતના સભ્ય હતા. અને ભાજપના તાલુકા પંચાયતના પણ સભ્ય હતા. આ ઉપરાંત તેઓ અને તેમની પત્ની મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા પણ ચલાવતા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *