અમદાવાદ: 60 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા, આરોપી ના નામ સામે આવતા…

અમદાવાદમાં રોડ પર પસાર થનારા રાહદારીઓના મોબાઈલ ફોન તથા પર્સ સહિતની કિંમતી વસ્તુઓની ચીલઝડપના બનાવો વધી રહ્યાં છે શહેરમાં રસ્તામાં એકલ દોકલ જતી મહિલાઓના ગળામાંથી સોનાની ચેનની પણ લૂંટી લેવાય છે. ત્યારે શહેરમાં નારોલ પોલીસે ચીલઝડપ કરનારા બે આરોપીઓને 60 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં છે.

પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી હતી પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે નારોલ પોલીસ સ્ટેશન ગુનામાં વપરાયેલ મરુન કલરની ટી.વી.એસ જયુપીટર ગાડીનો ચાલક તથા તેની પાછળ એક ઈસમ બેસેલ છે.

જેઓ બંને વટવા બીબી તળાવ ચાર રસ્તા તરફથી આવી અત્રે થઈ નારોલ સર્કલ તરફ જનાર છે બાતમીના આધારે પંચો સાથે વોચમાં રહેતાં થોડીવારમાં જ્યુપીટર ગાડી લઈ આરોપીઓ જહીર ઉર્ફે જરીફ જાફરભાઈ, ફિરોજ ઉર્ફે ડાયમંડ ફારુકભાઈ આવતાં બંનેને કોર્ડન કરીને રોકી લેવામાં આવ્યાં હતાં.

આરોપીઓ પાસેથી પોલીસે 60 હજારનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે આ બંને આરોપીઓની અંગઝડતી તપાસ કરતાં સોનાનુ માદળીયુ, મોબાઇલ ફોન તથા રોકડા 2500 રૂપિયા તથા જ્યુપીટર ગાડી મળી કુલ 60 હજારની મત્તાનો મુદ્દામાલ મળી આવતાં આરોપીઓની અટક કરી ચીલઝડપનો અનડીટેકટ ગુનો શોધી કઢાયો હતો આ આરોપીઓ રાહદારીઓના મોબાઈલ ફોન તથા પર્સ વિગેરે કિંમતી ચીજવસ્તુઓની ચીલઝડપ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *