અલ્પિતા ચૌધરી ફરી વિવાદો મા આવી બનાવ્યો વિડીઓ અને
રાજ્યમાં પોલીસકર્મીઓ પર પણ જાણે હવે વીડિયો બનાવવાનુ ભૂત સવાર થયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં અલગ અલગ જગ્યા પર ફરજ બજાવતા પોલીસકર્મીઓએ પોતાના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
કોઇ પોલીસકર્મી પોલીસ વાન સાથે વીડિયો બનાવ્યો હોય અથવા તો કોઈ પોલીસકર્મીએ ખાખી વર્દીમાં પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવ્યો હોવાના મામલાઓ સામે આવ્યા છે અને આવા કિસ્સામાં પોલીસકર્મી સામે કાર્યવાહી થઈ હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ કાર્યવાહી બાદ પણ ઘણા પોલીસ કોન્સ્ટેબલ સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ફરી એક વખત અલ્પિતા ચૌધરી પોલીસની વર્દીમાં વીડિયો બનાવતી દેખાઈ રહી છે.
રિપોર્ટ અનુસાર મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં અલ્પિતા ચૌધરી મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અલ્પિતા ચૌધરીને બેચરાજી મંદિરમાં ડ્યુટી આપવામાં આવી હતી અને ફરજ સમયે ખાખી વર્દીમાં અલ્પિતા ચૌધરીએ ફિલ્મી ગીત વાળો વીડિયો બનાવીને તેના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. ત્યારબાદ આ મામલો મીડિયામાં આવતા ફરીથી અલ્પિતા ચૌધરી એ ઇન્સ્ટાગ્રામ પર લાઇલ થઈને મીડિયાની ટીકા કરી હતી અને કહ્યું કે, મેં ફરજ દરમિયાન કોઇ વીડિયો બનાવ્યો નથી. આ મામલે હવે એડિશનલ કલેક્ટર દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.
અગાઉ પણ જ્યારે અલ્પિતા ચૌધરી એ પોલીસ વર્દીમાં પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવ્યો હતો. ત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. આ પહેલા તેણે TikTok પર વીડિયો બનાવ્યો હતો અને જે સમયે તેને વીડિયો બનાવ્યો તે સમયે તે પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતી. ત્યારબાદ કાર્યવાહી થતા અલ્પિતા ચૌધરી પોતાની ભૂલ સ્વીકારીને આવી ભૂલ નહીં કરવાનું કહીને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ ફરીથી તેને ફરજ પર પરત લેવામાં આવી હતી. ત્યારે હવે ફરજ પર આવ્યા બાદ ફરીથી અલ્પિતા ચૌધરી એ ખાખી વર્દીમાં ફરજ સમયે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મી ગીતોનો વીડિયો બનાવ્યો હતો.
પ્રથમ વખત બે વર્ષ પહેલા અર્પિતા ચૌધરી પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવ્યો હતો તેના કારણે DySP મંજીતા વણઝારા એ તેને સસ્પેન્ડ કરી હતી. સસ્પેન્ડ થયા બાદ અલ્પિતા ચૌધરી ખૂબ જ પ્રખ્યાત થઈ હતી અને તે TikTok સ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ તેને ગુજરાતી આલ્બમમાં પણ કામ કર્યું હતું પરંતુ કોરોનાની મહામારી વચ્ચે ફરીથી અલ્પિતા ચૌધરીને ફરજ પર લેવામાં આવ્યા હતા..પણ ફરજ સમયે બીજી વખત વીડિયો બનાવવાને લઇને તે વિવાદમાં આવી છે. મહત્ત્વની વાત કહી શકાય કે અલ્પિતા ચૌધરી વીડિયો બનાવ્યા બાદ તે ખૂબ ફેમસ થઈ ગઈ હતી અને સસ્પેન્ડ થયા પછી તેના ઇન્સ્ટાગ્રામ અને TikTok પર ફોલોઅર્સ વધ્યા હતા અને ઈન્સ્ટાગ્રામ પર અલ્પિતા ચૌધરી ફેન્સ નામનું એકાઉન્ટ પણ બન્યું હતું.