આજે છે ખગ્રાસ સૂર્યગ્રહણ અને સાથો સાથ છે શનિ અમાવાસ્યા આજના દિવસે કરો આટલું કામ તો થશે આટલો ફાયદો અને પિતૃદોશ…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી એ ઘણો આસ્થાવાન છે અને તે અલગ અલગ વસ્તુઓમાં પોતાની આસ્થા ધરાવે છે. વળી જણાવી દઈએ કે ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ પોતે ઘણી મહેનત કરે છે પરંતુ તેને જોઈતું પરિણામ મળતું નથી. જેની પાછળ ઘણી વખત તેને નડતા અમુક પ્રકારના દોષો હોઈ છે કે જેના વિશે ઘણી વખત જેતે વ્યક્તિને પણ ખબર હોતી નથી. તેવામાં આપણા જુના પુરાણો અને શાસ્ત્રોમાં અનેક એવી પૂજાઓ અને અનેક એવા કર્યો દર્શાવવામાં આવ્યા છે કે જેના કારણે વ્યક્તિ અમુક પ્રકારના સંકટથી દૂર રહી શકે છે.
તેવામાં ઘણા એવા દિવસો આવતા હોઈ છે કે જેમાં ખાસ પ્રકારના પૂજા કરવાથી અનેક પ્રકારના ફાયદા અને આવી પૂજાનું ખાસ ફળ મળતું જોવા મળે છે. હાલ આપણે અહીં એવીજ એક બાબત અંગે વાત કરવાની છે. મિત્રો જણાવી દઈએ કે આજે શનિ અમાવાસ્યા અને ખગ્રાસ સૂર્યગ્રહણ ચાલી રહ્યું છે. જો કે આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી જેના કારણે તેને પાળવાનું નથી. પરંતુ આજના દિવસનું ઘણું જ મહત્વ છે.
કારતક મહિનાનો અમાસ શનિ અમાવસ્ય નો આજનો દિવસ પિતૃભક્તિ માટે સારો ગણાય છે. આજને દિવસે પિતૃભક્તિ કરવાથી તેનો ઘણો લાભ મળી શકે છે. આજને દિવસે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ કર્મ, અને ધર્મને લગતા કામો કરવા સાથો સાથ પિતૃ શુક્તનો પાઠ કરવો જેની સાથો સાથ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું અને બ્રાહ્મણ ને ભોજન અને કપડાં નું દાન કરવું.
આ ઉપરાંત જેમની કુંડળીમાં પિતૃદોષ હોઈ છે તેમના આજના દિવસે અચૂક પિતૃશ્રાદ્ધ કરાવવું જેના કારણે તેમને થતી પીડાઓ દૂર થઇ શકે કિશાન ભાઈ જોશી ના જણાવ્યા અનુસાર જીવનમાં આવતા સંકટો ઉપરાંત વિપત્તિઓ અને જોવામળતા ખરાબ પરિણામો ને દૂર કરવા માટે આજના દિવસે શનિદેવની પૂજા કરવી ફાયદાકારક ગણાશે. આ ઉપરાંત ખાસતો જે લોકોની રાશિ માં શનિની પનોતી ચાલી રહી હોઈ તેવા લોકોએ તો ખાસ આજના દિવસે શની દેવની પૂજા કરવી તેની સાથો સાથ શનિ દેવનો કાળા તલના તેલ વડે અભિષેક કરવો અને કાળા તલ ઉપરાંત કાળાં અડદ ઉપરાંત દ્રાક્ષ ધરાવવા.
તેની સાથો સાથ કામળી અને કાળા કપડાં ઉપરાંત સ્ટીલ ના વાસણ અને કાળા ધાનનું દાન કરવું સારું ગણાશે. તમે આ અમાસના દિવસે જો કાળા તલના લાડવા બાળકોને આપો અને કાળાં તલવાડે શનિ શનિદેવનો અભિષેક કરી તથા શનિ ચાલીસા નો પાઠ કરોતો અનેક પ્રકારની મુશ્કેલીઓ નિવારી શકાય છે. જયારે વાત આજના સૂર્યગ્રહણ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ગ્રહણ ભારત માં દેખાવાનું નથી. પરંતુ આ ગ્રહણ એંટાર્કન્ટિક અને દક્ષિણ આફ્રિકા ના વિસ્તારોમાં જોવા મળશે.