આજે ભાઈ બીજ ના દિવસે કરો આટલું તો થશે ભાઈઓ ને આટલા ફાયદા જાણો આજના શુભ ચોઘડિયા વિશે…
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ દિવાળીના દિવસે ચાલી રહ્યા છે. જેમાં દિવાળીથી શરૂ કરીને દિવાળીના છેલ્લો દિવસ એટલે કે ભાઈ બીજું ને ગણવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીનો તહેવાર પોતાની સાથે અનેક તહેવારો લાવે છે. આ તમામ તહેવારો વિશ્વના દરેક લોકો ખુબજ ધૂમધામથી ઊજવે છે.
આ તહેવારોમાં તમને લોકોને લોકોની એકબીજા પ્રત્યેની પ્રેમ ભાવના, લાગણી અને સંબંધોની મીઠાશ નજરે પડે છે. આ દિવસોમાં લોકો એકબીજાના આવનાર વર્ષ સારું રહે તે માટેની અનેક શુભકામનાઓ પાઠવે છે. આ દિવસોમાં લોકો એકબીજાના ઘરે જઈને એકબીજાની પ્રગતિ અંગેની મંગલ કામના કરે છે.
દિવાળીના દિવસથી શરૂ થતા આ મહાપર્વના દિવસો ભાઈ બીજના દિવસે પૂરા થાય છે. ત્યારે આજે ભાઈબીજના દિવસે આપણે વાત કરીશું ભાઈ બીજ ને લગતા શુભ ચોઘડિયા અને પૂજન વિધિ અંગે મિત્રો ભાઈ બહેન આપણે સૌ જાણીએ છીએ કે બહેન નાની હોય કે મોટી તે ભાઈ ને કઈ રીતે સાચવવા અને કઈ રીતે તેની રક્ષા કરવી તે તમામ બાબતો તેના મગજમાં ચાલતી હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં બહેન એ માતા ના સ્થાને હોય છે. બહેન પોતાના ભાઇ માટે કઈ પણ કરવા માટે તૈયાર રહે છે. બહેન સતત પોતાના ભાઈ પર અમીવર્ષા કરતી રહે છે.
તેવામાં આજે ભાઈ બીજ નો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર એ બંને વચ્ચેની અમૂલ્ય લાગણીઓ નો તહેવાર છે. ત્યારે આપણે આજે ભાઈ બીજું કે ના શુભ ચોઘડિયા અને પૂજન વિધિ વિશે વાત કરવાની છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ભાઈ બીજ નો તહેવાર કારતક માસના શુકલ પક્ષની દ્વિતિયાના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન ભગવાન પાસે ભાઈ ની લાંબી ઉંમરની કામના કરે છે આજના દિવસે ભાઈને શુભ મુહૂર્તમાં તિલક લગાવવું ખુબ જ શુભ મનાય છે.
મિત્રો જો વાત આ દિવસ ના મહત્વ અંગે કરીએ તો એવુ માનવામાં આવે છે કે જો બહેન શુભ મુહૂર્ત માં પોતાના ભાઈને ભાઈ બીજ નું તિલક લગાવે ઉપરાંત પોતાના ઘરે જમાડે તો ભાઈ પરથી અકાળ મૃત્યુના યોગ પણ દૂર થાય છે. જેને કારણે આ દિવસને યમ દ્વિતિયા પણ કહે છે. જો વાત આજના શુભ મુહૂર્ત વિશે કરીએ તો આજના દિવસે તિલક લગાવવાનું શુભ મુહૂર્ત બપોરે 1:10 વાગ્યાથી લઈને 3:21 વાગ્યા સુધીનું છે.
જો વાત આજના દિવસ ની પૂજન વિધિ અંગે કરીએ તો આજના દિવસે સવારે ન્હાઈને ભગવાન પૂજા કરવી. પછી ભાઈઓના હાથમાં સિંદૂર અને ચોખા મુકવા ત્યાર બાદ તેના પર પાંચ પાનના પત્તા ઉપરાંત સોપારી અને ચાંદીના સિક્કા મૂકવા.
તેના પછી ભાઈને તિલક કરવું. અને હાથ પર નાડાછડી બાંધવી. ત્યાર બાદ આ પત્તા ઉપર જળ ચડાવીને ભાઈની લાંબી ઉંમર માટે કામના કરવી. આટલું થઈ ગયા બાદ ભાઈની આરતી ઉતારવી અને મિઠાઈ ખવડાવ્વી. શક્ય હોય તો આ દિવસે ભાઈ તેની બહેનના ઘરે ભોજન કરે અને તેને ભેટ આપે.