આવી મોંઘવારી વચ્ચે પણ રિઝર્વ બેન્કે કર્યું સોનામાં આટલું મોટું રોકાણ જાણીને તમારાં પણ હોશ ઉડી જાશે……….
મિત્રો સોનું આપણે સૌ જાણીએ છીએ કે આ પીળી ધાતુ સમગ્ર વિશ્વમાં ઘણી જ મૂલ્યવાન છે. સોનું એ લોકોમાં અમીરી નું પ્રતીક તો છેજ પરંતુ હવે તો લોકો સોનાને રોકાણ ના એક સાધન તરીકે પણ ઓળખે છે. હાલના સમય માં સોનું એ ફક્ત એક આભુસણ નહીં પરંતુ રોકાણ નું પણ એક સાધન બની ગયું છે.
આજના સમય માં પણ લોકો ની રોકાણ માટેની પહેલી પસંદ સોનુજ બને છે. કારણકે આપણે સૌ જાણીએ છીએ કે આ પીળી ધાતુ નો ભાવ અને મુલ્ય માં દિન પ્રતિદિન વધારો જ જોવા મળે છે. જેને કારણે તેમાં નાણાં રોકવા વધુ જોખમી નથી.
આવી માન્યતા ભારતીય રિઝર્વ બેન્ક ની પણ છે. આપણે આવું શા માટે કહીયે છીએ તેની પાછળ નું કારણ છેલ્લા થોડા સમય થી રિઝર્વ બેન્ક એ કરેલા સોનામા રોકાણ પરથી માલુમ પડે છે. આજે આપણે રિઝર્વ બેન્કે છેલ્લા થોડા સમય માં પોતાના સોનાના ભંડાર માં કેટલો વધારો કર્યો છે તેના વિશે માહિતી મેળવવા ની છે.
મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા સમય માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા લગભગ 75 ટન સોનું ખરીદ્યું છે. વધુમાં તમને જણાવી દઈએ કે હાલ ના સમય માં ભારતીય રિઝર્વ બેન્ક પાસે અંદાજે 640 અરબ ડોલર એટલેકે લગભગ રૂ. 46.83 લાખ કરોડ ના મુલ્યની વિદેશી મુદ્રા ભંડોળ અનામત પડ્યું છે. આ અનામત ભંડોળમાં થી આશરે 744 ટન જેટલું સોનું છે. તેમા પણ જો વાત છેલ્લા એક વર્ષ અંગે કરીએ તો આ સમય ગાળા દરમિયાન રિઝર્વ બેંકે પોતાના સોનાના ભંડારમાં ઘણો વધારો કર્યો છે.
જો વાત આ ભંડોળ ના વધારા અંગે કરીએ તો રિઝર્વ બેંક ના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર 2021 સુધીમા બેંક પાસે 743.84 ટન સોનું હતું. જે સપ્ટેમ્બર 2020 માં આ ભંડારમાં 668.25 ટન સોના નો હતો. એટલેકે છેલ્લ એક વર્ષ માં ભારતીય રિઝર્વ બેંકે પોતાના સોનાના ભંડાર માં લગભગ 11 ટકા એટલેકે 75.59 ટન સોના જેટલો વધારો કર્યો છે.
જો વાત આ સોના ના ભંડાર અંગે કરીએ તો હાલ તેનું બજાર મુલ્ય લગભગ 3.2 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે આ એક વર્ષમાં રિઝર્વ બેંકના સોનાના હોલ્ડિંગના મૂલ્યમાં લગભગ 7,150 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જો વાત છેલ્લા બે વર્ષની કરીએ તો આ સમય ગાળા દરમિયાન રિઝર્વ બેંકના સોનાના ભંડારમાં લગભગ 125.6 ટનનો વધારો થયો છે.
આ સોના પૈકી 451.54 ટન સોનું વિદેશમાં બેંકો ના સલામત કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે આવી વિદેશી બેન્કો માં બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ નો સમાવેશ થાઈ છે. જ્યારે બીજું લગભગ 292.30 ટન સોનું ભારતમાં રાખવામાં આવ્યું છે.