આ દાદા એ 80 વર્ષ થી વાળ નથી કપાવ્યાં આવુ કરવા પાછળ નુ કારણ જાણશો તો..
વિયેતનામના રહેવાસી 92 વર્ષીય નગુએને છેલ્લાં 80 વર્ષથી વાળ કપાવ્યા નથી તેમના વાળની લંબાઈ 5 મીટર છે નગુએન કહે કે વ્યક્તિ જે પણ વસ્તુઓ સાથે જન્મ લે છે તેનામાં કોઈ દખલગીરી ન કરવી જોઈએ જો હું મારા વાળ કાપીશ તો હું મરી જઈશ મારામાં કોઈ પણ ફેરફાર કરવા માટે હિંમત નથી હું વાળમાં કાંસકો પણ ફેરવતો નથી કે ધોતો પણ નથી. માત્ર તેને સરખા કરીને કપડાંથી બાંધી લઉં છું
નગુએન હો-ચીન મિન્હ શહેરથી 80 કિમી દૂર ગામડાંમાં રહે છે. તેમણે કહ્યું કે, વાળ સારા દેખાય તે માટે હું તેની દેખભાળ કરું છું વાળ વધવા એ ઈશ્વરની કૃપા છે આથી હું તેને કાપતો નથી તેને નારંગી પાઘડીથી ઢાંકું છું.નગુએન જ્યારે ત્રીજા ધોરણમાં હતા ત્યારે સ્કૂલમાંથી વાળ કપાવવાનું કીધું હતું પણ તેઓ સ્કૂલમાંથી ભાગી ગયા હતા અને નક્કી કર્યું કે હું વાળ ક્યારેય કપાવીશ નહિ તેને ધોઈશ નહિ કે કાંસકો પણ ફેરવીશ નહિ.
નગુએને જણાવ્યું કે મને ઘણી સારી રીતે યાદ છે કે એક સમયે મારા વાળ કાળા અને ઘણા મજબૂત હતા હું તેને પ્રેમથી વ્યવસ્થિત ઓળતો હતો પરંતુ મને જ્યારે ખબર પડી કે ભગવાન ઈચ્છે છે કે આ વસ્તુઓમાં કોઈ બાંધછોડ ન કરવી જોઈએ ત્યારે મેં કાંસકો ફેરવવાનું પણ છોડી દીધું.
વાળને સરખા કરવામાં નગુએનનો પાંચમો દીકરો તેમની મદદ કરે છે. તેના દીકરાનું પણ માનવું છે કે, વાળ કાપવા પર માણસો સાથે ખરાબ થઇ શકે છે. આ બધી વાતો સાધારણ પણ છે અને પવિત્ર પણ.92 વર્ષની ઉંમરે પણ નગુએન રોજ ભોજન જાતે બનાવે છે અને રોજ ભગવાનની પ્રાર્થના કરે છે.