આ વાઈરલ વિડીયો જોઇને તમારા રૂંવાડા ઊભા થઈ જશે

તમે સોશ્યલ મીડિયામાં એક વિડીયો જોયો હશે કે એક દિકરી પાનેતર પહેરીને, મેક અપ અને જ્વેલરી થી સજ્જ, સામાનથી ભરેલા એક ગાડાને ખેંચી રહી છે. આ કાલ્પનિક વિડીયો છે પરંતુ આના પર ખુબ ચર્ચાઓ થઇ રહી છે.

આ વિડીયો માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બાળ વિવાહ થયા બાદ છોકરી પતિનું વજન અને દહેજનો સામાન પોતાના હાથથી ખેંચે છે અને દર્દ સહન કરે છે.જે પોતાનું દર્દથી લોકોને મનમાં એક સવાલ કરે છે કે ક્યારે “આવા અત્યાચારો સ્ત્રીઓ પર બંધ થશે ”

અસલમાં પાકિસ્તાનના ડિઝાઇનર અલી ઝીશાનને દહેજ મુદ્દે લોકોનું ધ્યાન ખેંચવા માટે એક ફેશન શોમાં મૉડલ દ્વારા આ કહાનીને બતાવવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ વુમેન પાકિસ્તાન સાથે પાર્ટનરશીપમાં ડિઝાઇનર અલી ઝીશાનને નુમાઇશ નામથી કહાનીને બતાવવામાં આવી છે. અલી ઝીશાન થિયેટર સ્ટુડિયોએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શૅર કર્યો છે.

નુમાઇશને અબ્દુલ્લા હેરિસે ડિરેક્ટ કર્યુ છે. નુમાઇશમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બાળ વિવાહ થયા બાદ છોકરી પતિનું વજન અને દહેજનો સામાન પોતાના હાથથી ખેંચે છે અને દર્દ સહન કરે છે

અલી ઝીશાન સ્ટુડીયોએ નુમાઇશના વીડિયો સાથે કેપ્શન લખ્યું છે કે દહેજની સમસ્યાને કારણે પરિવાર વાળા છોકરીને ભણાવવાની જગ્યાએ દહેજના પૈસા જમા કરે છે. જ્યારે છોકરીની શિક્ષા કરતા દહેજ વધારે જરૂરી ચીજ છે. હવે સમય આવી ગયો છે કે આ પરંપરાને ખત્મ કરી દેવામાં આવે.

 

યુએન વુમન તરફથી દહેજ વિરુદ્ધ દહેજખોરી બંધ કરો કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે અને નુમાઇશ આ જ કેમ્પેનનો હિસ્સો છે. આ પહેલા પણ દહેજ વિરુદ્ધના કેમ્પેનમાં પાકિસ્તાની સેલિબ્રિટીને સામેલ કરવામાં આવ્યા છે

આજનો પરિવાર જ્યારે છોકરીની શિક્ષા કરતા દહેજમાં વધારે જરૂરી ચીજ માને છે. પણ હવે લાગે છે કે આવનારા સમયમાં આ પરંપરાને જડમૂળ માઠી ખત્મ કરી દેવામાં આવે. અને તે સમય આવી ગયો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *