ઈકો કાર અને ટેન્કર વચ્ચે ભંયંકર અકસ્માત મા પાંચ લોકો ના મોત થયા…

આપણે અવારનવાર અનેક અકસ્માતો વિશે જોઈએ છીએ સાંભળ્યું છે અને ઘણીવાર તો આપણી સામે રૂબરૂમાં ઘણા અકસ્માતો થઈ જાય છે.આવા અકસ્માતમાં લોકોને ગંભીર રીતે આર્થિક નુકસાન તો થાય જ છે સાથોસાથ ઘણા લોકોની જીવ ગુમાવવો પડે છે.

આપણે અહીં એક એવા જ અકસ્માત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં ટ્રકની અડફેટે આવતા ઈકો માં બેઠેલા પાંચ વ્યક્તિઓ સહિત ડ્રાઇવરનું મોત થઈ ગયું છે તો ચાલો સમગ્ર બનાવ વિશે વિગતે માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર સોમવારે સાંજના લગભગ ચારેક વાગ્યે આજુબાજુ એક ઈકોગાડી પેસેંજર ભરીને થરાદથી માંગરોળ જતી. જ્યાં દુધવા-માંગરોળ વચ્ચે તરક ગોળીયા પ્રાથમિક શાળા સામે હાઇવે રોડ ઉપર સાંચોર તરફથી આવતા ટેન્કર સાથે આ ઇકો ગાડી અડફેટે આવી અને તેનું અકસ્માત સર્જાયો.

જો વાત કરીએ ગાડી ના નંબર ની તો ઇકો પેસેન્જર ગાડી નો નંબર જીજે-01-એચટી-2399 હતો. જયારે ટેન્કર નંબર જીજે-12-બીએક્સ-5550 હતો. આ ઘટના પછી ટેન્કર ચાલક ક્યાંથી ફ્રરાર થવાની કોશિશ કરી પરંતુ તેને આસ પાસ ના લોકો એ થરાદ માર્કેટ યાર્ડ નજીક પકડી પાડયો.

જો વાત કરીએ મૃત્યુ પામનાર લોકો ની તો તેમાં 1. સેંધાભાઈ મેઘરાજભાઈ પટેલ (ઉં.વ.30,રહે.માંગરોળ, તા.થરાદ) 2. રતનાભાઈ ડામરાભાઈ ધમડા (ઉં.વ.48,રહે.મહાજનપુરા,તા.થરાદ) 3. વિજયભાઈ વસરામભાઈ પટેલ (ઉં.વ.10,રહે.માંગરોળ, તા.થરાદ) 4. રવારામ રાવતારામ મેઘવાલ (ઉં.વ.55,રહે.રામદેવ કોલોની, અગ્રરા રોડ, સાંચોર-રાજસ્થાન) 5. પ્રકાશભાઈ કનૈયાલાલ માજીરાણા-ડ્રાયવર (ઉં.વ.35,રહે.ગવારીયાવાસ,થરાદ) છે કે જેમના સવો ને રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવિયા.

જો વાત કરીએ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ ની તો તેઓ 1. અભાભાઈ પથુજી માજીરાણા (ઉં.વ.35,રહે.દીપડા,તા.થરાદ)
2. ધરમશીભાઇ રવજીભાઇ પટેલ (રહે.દાંતીયા,તા.થરાદ) છે કે જેમને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવિયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *