ઉત્સવમા એકા એક સર્જાયો શોક નો માહોલ પરિવાર પર ફાટ્યું દૂખનો વાદળ ચાર બાળકો ના……..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ દિવાળી નો સમય છે. દિવાળી પોતાની સાથે અનેક તહેવારો લાવે છે. લોકો પોતાની પરંપરા અનુસાર અલગ અલગ રીતે આ તહેવારો ની ઉજવણી કરતા હોઈ છે. તેવો જ એક તહેવાર છઠ્ઠ પૂજાનો છે. આ તહેવાર ઝારખંડ અને આસપાસ ના વિસ્તારો માં ઉજવ્વમા આવે છે.

પરંતુ એક પરિવાર માં આ ઉમંગ નો માહોલ એકા એક શોક માં ફેલાઈ ગયો છે. કે જ્યાં એક જ પરિવારના ચાર બાળકોના નિધન ના કારણે સમગ્ર પરિવાર માં હાલ શોક નો માહોલ છે. આ બનાવ ઝારખંડની ગિરિડીહ નદી પાસે સર્જાયો હતો. કે જ્યાં ચાર બાળકોના નદીમાં ડુબ્વના કારણે મોત થયા હતા. તો ચાલો આપણે આ બનાવ અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર માંગરોડીહ ગામ કે જે ગિરિડીહ શહેરની નજીક છે. આ ગામની મહિલાઓ ઘરે પૂજા માટે પ્રસાદ બનાવવાની તૈયારી કરતી હતી. તે સમયે પ્રસાદ બનાવતા અને ધરાવતા પહેલા આ મહિલાઓ ઉસરી નદીમાં નહાવા ગઈ હતી. મહિલાઓ સાથે બાળકો હતા.

પ્રસાદ નો સમય થઈ ગયો હોવાથી આ મહિલાઓ નદીમાં સ્નાન કર્યા પછી પરત ફરી હતી પરંતુ તેમની સાથે આવેલા બાળક ત્યાં જ રમતા હતા. મહિલાઓ ના ગયા પછી આ બાળકો નદીમાં નહાવા લાગ્યા હતા. તે સમયે નદીમાં ડૂબી જવાથી ચાર બાળકોના મોત થયા છે. આ ચાર બાળકો માં બે છોકરીઓ અને બે છોકરઓ હતા. આ તમામ બાળકોની ઉંમર લગભગ 10 થી 12 વર્ષની વચ્ચે હતી.

પરંતુ ઘણો સમય વીતી ગયો હોવા છતા પણ જ્યારે બાળકો ઘરે પરત ન આવયા ત્યારે પરિવાર ના લોકો ને બાળકોની ચિંતા થવા લાગી. તે સમયે બાળકે આ ઘટના અંગે તેમને જાણ કરી હતી. ઘણી મહેનત બાદ ચારેય બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેને ગિરિડીહ શહેરની એક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. બનાવ ની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *