ઉમરાળા ગામે કન્યાશાળાના ભાષા શિક્ષકે જન્મદિને વિદ્યાર્થીઓ સાથે વકતુંત્વ સ્પર્ધા યોજી ઉજવણી કરી

ઉમરાળા ગામે ભાષા શિક્ષક દિવ્યાંગભાઈ પરમારના 51માં જન્મદિન અંતર્ગત કવિઝ કોન્ટેસ્ટ તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું શિક્ષક દ્વારા ઉમરાળા ગામે આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે કવિઝ કોન્ટેસ્ટ અને વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમા અંતર્ગત પ્રશ્નોતરી કરાઈ હતી સ્પર્ધામાં ગ્રુપ બી.ને ભગવાન પરશુરામ પર 51 પોઇન્ટ અર્જિત કરતા વિજેતા જાહેર થયુ હતુ

એજ ગ્રુપના લીડર કુરેશી માહિનૂરબેન ઇમરાનભાઈ વ્યક્તિગત 22 પોઈન્ટ મેળવીને ગર્લ ઓફ ધ કોમ્પિટિશનનો ખિતાબ હાંસલ કરવામાં સફળ રહ્યા હતા પ્રથમ,દ્વિતીય અને તૃતીય ટીમને આધ્યાત્મિક સાધના કેન્દ્રના વ્યવસ્થાપક ધર્મેન્દ્રભાઇ હેજમ દ્વારા સ્પર્ધામાં પ્રથમને 251,દ્વિતિયને 151 અને તુતીયને 101 રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તદુપરાંત ગર્લ ઓફ ધ કોમ્પિટિશનનું બિરુદ મેળવનાર છાત્રા માહિનૂર કુરેશીને 101 રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

પ્રોત્સાહિત ઇનામ રૂપે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પરમાર રેન્સિબેન કિશોરભાઈ તથા મોરી દ્રષ્ટિબેન અશોકભાઈને 51 રૂપિયા એનાયત કરવામાં આવ્યા હતા વકતૃત્વ સ્પર્ધામાં પરમાર સંધ્યાબેન ખોડીદાસભાઈ પ્રથમ ક્રમાંકિત જાહેર થયા હતા અન્ય સ્પર્ધકોમાં સોલંકી નમ્રતાબેન રસિકભાઈ દ્રિતીય તથા મોરી મિત અશોકભાઈ તૃતીય ક્રમે રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન દિવ્યાંગભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતુ

શાળાના બાળકોએ પણ બન્ને સ્પર્ધાનો આંનદ માણ્યો હતો આ તકે ઉમરાળા ગ્રામ પંચાયત તલાટી મંત્રી નિતેશભાઇ બારૈયા તેમના પુરા પરિવાર સાથે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ઉમરાળા કન્યાશાળા પરિવાર દ્વારા આધ્યાત્મિક સાધના કેન્દ્રના ધર્મેન્દ્રભાઇ હેજમની નિ:સ્વાર્થ સેવાની કદર કરી આભાર વ્યકત કર્યો હતો સ્કોરર તરીકે કુમારી શ્રુતિબેન એન.હેજમની કામગીરી લાજવાબ રહી હતી જન્મદિનની શુભકામના બદલ દિવ્યાંગભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *