યુવતીએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું કારણ જાણી ને ચોંકી જશો

બાવળાનાં રામનગરમાં રહેતી યુવતીને તેની ફઈબા અને ફઈબાનાં દિકરાની વહુએ અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરતાં હતાં અને જો ફરિયાદ પાછીનાં ખેંચે તો તેની સગાઇ થઇ છે તે તોડી નંખાવવાની ધમકી આપતાં લાગી આવતાં તેણે ગળેફાંસો ખાતાં પહેલા ફોનમાં વીડિયો રેકોડિંગ કરીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં તેની માતાએ બંને વિરૂદ્ધ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા પાસે આવેલા રામનગરમાં આવેલા ઇન્દિરા આવાસમાં રહેતાં મંજુબેન પ્રવિણભાઇ ઉર્ફે જેણો દેવીપુજકે બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે 2018ની સાલમાં મારી દીકરી નેહાબેન મારા નણંદના દીકરા રાજુભાઇ જોરૂભાઇ દેવીપુજક (રહેવાસી, રામનગર)ની સાથે ભાગી ગઇ હોવાથી બાવળા પોલીસમાં પોકસોની ફરિયાદ આપી હતી. પછી મારી નંણદનો દીકરો રાજુભાઇ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો

હાલમાં તેઓ જામીન ઉપર છૂટેલો છે કે કેમ તેની મને ખબર નથી. ત્યારથી મારી નંણદ ઘરના માણસોને અવાર નવાર સમાઘાન માટે દબાણ કરતા હતા. મંગળવારે સવારના નવ વાગ્યે હું તથા મારો દીકરો ચા પાણીની લારી ઉપર ગયેલા અને બપોરે એક વાગ્યે મારી દીકરી નેહાબેન જમવાનું બનાવી ટીફીન દેવા આવી ત્યારે મને તથા મારા દીકરાને વાત કરી હતી કે હું થોડા દીવસ પહેલા દુકાને વસ્તુ લેવા માટે ગઇ હતી

ત્યારે મારી ફોઇ રમીલાબેન જોરૂભાઇ દેવીપુજક તથા સુનિતાબેન રાજુભાઇ મને મળેલા અને મને દબાણ કરતા હતા કે તે મારા દીકરા રાજુભાઇ ઉપર કરેલ કેસ પાછો ખેચી લે અને સમાઘાન કરી દે તેમ કહેતા હતા અને તું સમાધાન નહી કરે તો તારો સંબધ સાણંદ કરવાનો છે ત્યાં હું તારી બધી વાત કરી દઇશ તેવું મને કહેતા હતા.તેવી વાત કરી હતી. જેથી મે મારી દીકરી નેહાબેનને સમજાવીને ઘરે પરત મોકલી આપી હતી.

ત્યારબાદ સાડા છ વાગ્યે મારા દીકરા પુનમના ફોન ઉપર મારા જેઠાણીનો ફોન આવ્યો હતો કે નેહાબેન ઘરે ગળે ફાસો ખાધેલો છે તેવી વાત કરતા હુ તથા મારો દીકરો પુનમભાઇ તાત્કાલિક ઘરે આવેલા અને ઘરે જોયેલું તો મારી દીકરી નેહાબેન ઘરે દુપટા વડે પંખા સાથે ગળેફાસો ખાધો હતો.

પોલીસને જાણ કરતાં પોલીસ આવી ગઈ હતી. લાશને પી.એમ.માટે મોકલી આપીને તેનો મોબાઇલની તપાસ કરતા ગળેફાંસો ખાવાની તૈયારી કરતી હોય તેવા ફોટા તથા એક વીડિયો બનાવેલો હોય જે વીડિયો જોતાં તેનો ચહેરો દેખાતો નથી પણ તેના અવાજે બોલે છે કે આનુ અસલી કારણ રમલી તથા તેના દીકરાની વહુ છે. જેથી મારી નંણદ રમીલાબેન દેવીપુજક અને સુનિતાબેન રાજુભાઇ દેવીપુજક બંને અવાર નવાર અગાઉ કરેલા કેસનું સમાઘાન કરવા માટે દબાણ કરી મરવા માટે મજબુર કરી હતી

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *