Gujarat

એક પરણિત મહિલા સાથે પ્રેમ કરવોએ આ પોલીસ અધિકારી ને ભારે પડ્યો પોતાની….જાણો સમગ્ર ઘટના…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો લાગણીશીલ છે. અને પોતાના આવા સ્વભાવ ના કારણે તે સમગ્ર જીવનમાં અનેક લોકો સાથે સંબંધ બાંધે છે, જે પૈકી પ્રેમ એક છે. આપણે સૌ જાણીએ છીએ કે યોગ્ય વ્યક્તિ સાથે પ્રેમ થાય તે ઘણું ફાયદા કારક છે. યોગ્ય વ્યક્તિના કારણે જીવન સારી રીતે વીતે છે. જયારે તેનાથી ઉલટું અયોગ્ય વ્યક્તિ સાથે થયેલ પ્રેમ વ્યક્તિના જીવન ને ઘણું જ નુકસાન પણ પહોંચાડી શકે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ આંધળો હોઈ છે તેવું લોકો કહે છે. એક વાર પ્રેમમાં પાડનાર લોકો કઈ પણ વિચારતા નથી અને એક બીજાની સાથે રહેવા માટે અનેક પ્રયાસો કરે છે આ માટે તેઓ પોતાના પ્રેમની ખાતર કોઈ પણ ની સામે લાડવા માટે તૈયાર થઇ જાય છે. પછી ભલે સામે સમગ્ર વિશ્વ કે પોતાનો ખુદનો પરિવાર પણ કેમ ના હોઇ. તેઓ કોઈના વિશે વિચારતા નથી. પરંતુ આવો પ્રેમ ઘણી વખત પ્રેમ કરનાર ને ઘણો ભારે પડી શકે છે.

પ્રેમ માં પડેલ આવા લોકો પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે રહેવા માટે ઘણી વખત અનેક પ્રકાર ના અયોગ્ય પગલાંઓ પણ ભરી લે છે કે જેનો અંજામ તે વ્યક્તિ અને તેની સાથે જોડાયેલ તમામ લોકોને સહન કરવો પડે છે. હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક પરણિત મહિલા એક પોલિસ કર્મી ના પ્રેમ માં પડી અને તેને જે કર્યું તે કોઈએ વિચાર્યુ પણ નહીં હોઈ.

આ બનાવ વિશે વિગતે વાત કરીએ તો તે આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુજરાતના અંકલેશ્વર જીઆઈડીસી ની છે. કે જ્યાં રહેતી એક મહિલા કે જેનુ નામ ચંદા છે તે ઘર છોડી ને ચાલી ગઈ હતી. જો વાત ચંદા ના પતિ અંગે કરીએ તો તેનું નામ દેવદાસ જીતેન રાય વિશ્વાસ છે.

ચંદા ઘર છોડતા પહેલા પુત્રને કહ્યું હતું કે હવે તે ક્યારેય ઘરે પાછી નહીં આવે. જે બાદ તેના પતિ જિતેને પોલીસમાં પત્નીના ગુમ થયાની ફરિયાદ કરી હતી. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે ચંદાનું ઘર છોડવાનું કારણ બીજું કંઈ નહીં પરંતુ લગ્ન બાદ તેના અન્ય પુરુષ સાથે નો પ્રેમ સંબંધ હતો. જણાવી દઈએ કે ચંદાનો સમીર નામના એક પોલીસકર્મી સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.

જો કે તેમના આ પ્રેમ સંબંધ અંગે જીતેનને માહિતી હતી, છતા પણ તેણે ક્યારેય ચંદા ને કશું કહ્યું નહીં. પોલીસ ફરિયાદ બાદ તપાસથી ગભરાયેલી ચંદા અને સમીર એક સાથે પોલીસ સ્ટેશન આવ્યા અને પોતાનું નિવેદન આપ્યુ. જેમા ચંદાએ જણાવ્યું કે તેના પર કોઈ પણ પ્રકાર નો દબાણ કરવામાં આવ્યો નથી અને તે પોતાની ઇચ્છાથી ઘર છોડી દીધું હતું. તેણે વધુમાં કહ્યું કે તેને પોતાના પુત્ર અને પતિ સાથે રહેવું જોઈએ નહીં.

જે બાદ પોલીસ દ્વારા સમીર ના આવા વલણને ગંભીરતાથી લઈને તેને સસ્પેન્ડ કરી દીધો હતો. જો વાત સમીર અને ચંદા ના પ્રેમ સંબંધ ની શરૂઆત અંગે કરીએ તો જણાવી દઈએ કે જીતેન અને ચંદા થોડા સમય માટે નર્મદાના દેહિયાપાડા ખાતે આવ્યા હતા. તે દરમિયાન ચંદા તે સમયે ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે પોસ્ટેડ સમીરને મળી હતી. અને બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ની શરૂઆત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *