એક પરીવાર ના સભ્ય ની જેમ ગાય ની અંતિમ યાત્રા નિકળી ! ગાય ને એક..
ગાય! આપણા સમાજ માં ગાય નું સ્થાન ઘણું આગવું મનાય છે. લોકો ગાય ને માતા પણ માને છે. કારણકે ગાય પાસેથી માનવીને ઘણી જીવન જરૂરી ચીજો પ્રાપ્ત થાય છે. આવામાં ગાય માત્ર એક પાશું નથી, પરંતુ તે એક પરિવાર નો જ એક ભાગ બની જાય છે.
આજે આપણે આવીજ એક વાત કરવા જઈ રહયા છીએ. આ વાત રાજકોટ જિલ્લા ના ગોંડલ શહેર ના ગજીવાડા રોડ પાસે આવેલ લક્ષ્મી ગીર ગૌશાળા ની છે.આ ગૌશાળા માં કુંધી નામ ની એક ગાય નું અવસાન થયું. ત્યારે તે સંસ્થા ના સંચાલકો એ તે ગાય ને પોતાના પરીવાર માં જ કોય મૃત્યું પામ્યું હોય તે રીતે તેની અંતિમ યાત્રા કાઢી હતી.
આ સંચાલકો દ્વાર તે ગાય નો સણગાર કરી ને તેને નાગડકા રોડ પર સમાધી આપવામાં આવી હતી. આ સમય એ દરેક ગૌસવેક ની આંખ માં આંસુ જોવા મળતા હતા આ ગૌશાળા ના સંચાલક નું નામ જીગ્નેશભાઈ છે. તેમના જણાવીયા આનુસાર આ ગાય ના મૃત્યું પછી જાણે પરિવાર નો કોય સદસીય ચાલ્યો ગયો હોય તેવું લાગે છે.
તેમના કહીય આનુંસાર આ ગાય એ ફક્ત ગૌશાળા ની જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર નાં પશુપ્રેમી ઓ ની લાડલી હતી. આ ગાય એ તેમના સંચાલક ને તરણેતર ના મેળા માં પણ ઘણી વાર ઇનામ આપવિયું છે. વળી આ ગાય અને તેના વાછરડા પણ ઉચી નસલ ના ગણાય છે.
તેનો એ ક વાછરડો લાલો એ સમગ્ર ગુજરાત માં ઉચી નસલ માં અગ્રીમ આવે છે. આ ગાય ના મૃત્યું પછી જાણે પરિવાર અધુરો થય ગયો હોય તેવું થાય છે.