એક બે નહિ પરંતુ એક સાથે ત્રણ વાહનો ટકરાતા સર્જાયો અકસ્માત જેના કારણે એક વ્યક્તિ નું થયું મોત..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માત ને લગતા બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. અને એક પછી એક અનેક ગંભીર અકસ્મતો અંગે માહિતી મળતી રહે છે. આવા અકસ્માતો ના કારણે અનેક લોકો ઇજા ગ્રસ્ત થાય છે જયારે અનેક લોકોના મૃત્યુ પણ થાય છે. અકસ્માતનું મુખ્ય કારણ એક કે બીજા વાહન ચાલકની ભૂલ કે ગેરસમજ ના કારણે સર્જાતો હોઈ છે. આપણે જયારે પણ ફોન કે છાપું જોઈએ છીએ ત્યારે આવા અનેક અકસ્માત અંગે માહિતી મળતી હોઈ છે.
અકસ્માત નું કારણ ગમ્મતે હોઈ પરંતુ તેમાં મૃત્યુ પામતા લોકોના પરિવાર પર શું વીતતી હશે તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. કારણકે આપણે સૌ જાણીએ છીએ કે પોતાના સ્વજનોને ખોવાનું દુઃખ કેટલું હોઈ છે. આવા અકસ્માતો પૈકી ઘણા અકસ્માતો વિકરાળ હોઈ છે. હાલ આવા જ એક અકસ્માત અંગે માહિતી મળી રહી છે કે જ્યાં એક સાથે ત્રણ વાહનો સાથે અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે.
જો વાત આ અકસ્માત અંગે વિસ્તારથી કરીએ તો જણાવી દઈએ કે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત જિલ્લના અમીરગઢ નેશનલ હાઇવે ના ભડથ પાટિયા નજીક સર્જાયો છે. કે જ્યાં એક ટ્રક ટ્રેલર અને ઇકો ગાડી એક બીજા સાથે ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે તેના કારણે ઇકો ગાડીના ભુકા બોલીગયા હતા. અકસ્માત ના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જો કે અકસ્માત અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માત અંગે તાપસ હાથ ધરી ઉપરાંત ટ્રાફિકને હળવું બનાવ્યું.