એક મા ની અરજ ભગવાને પણ સાંભળવી પડી! મરેલો દિકરો જીવતો થયો…
માતા! દરેક વ્યક્તિના જીવન માં માતા નું સ્થાન ઘણું જ મહત્વનું હોઈ છે. બાળકના નાનપણ થી લઇ યુવાની અને ત્યારબાદ આગળ પણ માતા તેમના બાળકનું ઘણું જ ધ્યાન રાખે છે. કહેવાય છેકે માતા પોતાના બાળક માટે આખી દુનિયા અને જરૂર પડે તો ભગવાન નો પણ સામનો કરી શકે છે, માતાના પ્રેમની સામે સ્વયંમ ભગવાનને પણ નમવું પડે છે. સમગ્ર વિશ્વમાં માતા એક જ એવી વ્યક્તિ છે જે પોતાના પુત્ર ને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. તે પોતાના બાળક માટે કઈ પણ કરી શકવા હંમેશા તૈયાર રહે છે.
આપડે તેવા અનેક કિસ્સા જોયા છે કે જેમાં માતાનો તેના બાળક પ્રત્યે નો નિઃસ્વાર્થ પ્રેમ જોવા મળ્યો છે. આપડે અહીં એક એવાજ બનાવ વિશે વાત કરીશું કે જ્યાં માતા એ તેના બાળક ને ભગવાન પાસેથી ફરી લઇ આવી અને પોતાના મૃત બાળક ને ફરી જીવતો કર્યો જે એક ચાત્મકાર થી ઓછું નથી તો ચાલો આપડે આ સમગ્ર ઘટના વિશે વિસ્તાર થી વાત કરીએ.
મિત્રો આ વાત છે હરિયાણા ના બહાદુરગઢ માં રહેતા હિતેશ ભાઈ અને તેમના પત્ની જહાન્વીના પુત્રની. તેમના પુત્રને ટાઈફોડ થઇ ગયો હતો. જેના કારણે તેના માતા પિતા દ્વારા તેને સારવાર અર્થે દિલ્લી ના એક દવાખાના માં લઇ ગયા જ્યાં ડૉક્ટર દ્વારા તે બાળક ને મૃત જાહેર કરવામાં આવ્યુ આ બનાવ ની જાણ પરિવાર ને થતા તેમનામાં શોક ની લાગણી છવાઈ ગઈ. પરિવાર દ્વારા આ બાળકને અંતિમ સંસ્કાર માટે પરત બહાદુરગઢ લાવવામાં આવ્યો.
તેવા સમયે માતા સતત તેના બાળક પાસે બેઠેલી હતી અને બાળક ના કપાળ પર ચુંબન કરતી હતી. તેવામાં તે બાળકે અચાનક તેના દાંત ને પોતાના હોઠ પર મુક્યા ત્યાર બાદ તેના પિતાએ તેને મોઢામાં શ્વાસ આપ્યો અને સારવાર અર્થે ફરી હોસ્પિટલ લઇ ગયા. જ્યાં ડૉક્ટર દ્વારા તેમને બાળક ના જીવવાના ચાન્સ 15 ટાકા છે તેવું જણાવવામાં આવ્યુ.
તેમ છતાં પણ માતા પિતાએ ડૉક્ટર ને તે બાળકની સારવાર કરવાનું જણાવ્યું. માતા પિતાના પ્રેમ અને ડોક્ટરની મહેનત ના કારણે તે બાળક 20 દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઇ પોતાના ઘરે પરત ફરિયો આ ઘટના ની જાણ થતા આસ પાસ ના લોકો અને પરિવાર માં હરખ ની લાગણી છવાઈ ગઈ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!