એક સ્કૂલ બસે 10 મહિનાની બાળકી ને કચડી જેના કારણે માસૂમનો ગયો જીવ જે બાદ લોકોએ આ બસ….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વાહનો ની સંખ્યા કેટલી હદે વધી ગઈ છે. તેવામાં ક્યારે પણ અકસ્માત જેવી ઘટના બની શકે છે. માટે જ જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે પૂરતી સાવધાની રાખવી જરૂરી છે. આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માત ની સંખ્યા માં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે.
હાલ આવાજ એક દુઃખદ અકસ્માત વિશે માહિતી મળી રહી છે. કે જ્યાં એક સ્કૂલ બસે એક 10 માસની બાળકી ને કચડી જતા બાળકી નું મૃત્યુ થયું હતું. જો આ અકસ્માત વિશે વિસ્તારથી વાત કરીએ તો તે આ પ્રમાણે છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માત પરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના મીરગંજ પાસે સર્જાયો હતો. આ અકસ્માત માં એક બાળકી નું મૃત્યુ થયું હતું. જો વાત આ બાળકી અંગે કરીએ તો તે 10 માસની છે તેનું નામ સ્વીટી કુમારી હતું જ્યારે તેના પિતાનું નામ રમિકબલ યાદવ છે.
અકસ્માત સમયે આ પિતા પુત્રી પરૈયા-ટીકરી રસ્તા પાસે બેઠા હતા. તેવામાં રમિકબલ ભાઈ રોડની બીજી બાજુ ગયા. જે બાદ પોતાના પિતાને જતા જોઈને આ નાની બાળકી પણ તેમની પાછળ ગઈ. તેવામાં ત્યાંથી પસાર થઈ રહેલ એક સ્કૂલ બસે આ બાળકી ને કચડી નાખી હતી. અકસ્માત માં આ બસનું પાછળનું ટાયર બાળકીના માથામાં અથડાતાં તેનું મોત થયું હતું.
અકસ્માત બાદ બસ સવાર બસ લઈને ભાગી ગયો જે બાદ રોસે ભરાયેલા ગ્રામજનોએ બસનો પીછો કરવાનું શરૂ કર્યું. લોકો ના ડર ના કારણે આ બસ ડ્રાઈવર બસને પંચનપુર ઓપી પોલીસ સ્ટેશન વિસ્તારના બાલા બીઘા મઝાર પાસે બસ ઉભી રાખીને ભાગી ગયો. બાળકી ના અકસ્માત ના કારણે રોષે ભરાયેલા ગ્રામના લોકો એ બસમાં તોડફોડ કરી અને બસને આગ લગાવી.
આ સમગ્ર બનાવ અંગે જાણ થતાં પંચનપુર ઓપી પોલિસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને બસમાં લાગેલી આગ ને કાબુમા લાવવાનો પ્રયાસ કરવા લાગ્યા જે બાદ ઘણી મહેનત પછી ફાયર બ્રિગેડ ની મદદથી આગને કાબુમાં લીધી હતી.
જો કે આ સમગ્ર બનાવ માં રાહત ની વાત એ હતી કે જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે આ બસ ખાલી હતી. જાણવા મળ્યું છે કે આ બસ પરૈયાથી ટીકરી જઈ રહી હતી. જો કે અકસ્માત સમયે બસમા કોઈ શાળાનો છોકરો નહોતો. પોલીસ દ્વારા આ ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત 20 હજારનો ચેક પીડિતાના પરિજનોને સરકારી સહાય તરીકે આપવામાં આવ્યો હતો.