એવા બે પ્રેમીઓ કે તેની પ્રેમ ની વાત જ ના કરાય પતિ ના અવસાન બાદ પત્નીએ પણ સાથે અંતીમ સ્વાસ લીધા. જાણો તેના વિશે…
એવું કહેવામાં આવે છે કે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ સાત જન્મો સુધીનો સંબંધ હોય છે. પતિ-પત્ની લગ્ન જીવનના સાત ફેરા સાથે જીવવા-મરવાની કસમ ખાઈને પોતાના લગ્ન જીવનની શરૂઆત કરે છે.
આમ જોઈએ તો પ્રેમ જ પતિ અને પત્ની વચ્ચેના સંબંધનું પ્રથમ નામ હોય છે. પતિ અને પત્ની સુખ અને દુ:ખ બંનેના સાથી હોય છે. પતિ અને પત્ની એકબીજાની સંભાળ રાખે છે, તેને જ સાચો સંબંધ કહેવામાં આવે છે. પતિ-પત્નીનું જીવન લગ્નના સાત ફેરાથી શરૂ થાય છે અને સાત જન્મો સુધી જીવવા-મરવાની કસમ ખાય છે. આ દરમિયાન, સાથે જીવવા-મરવાની કસમ સાચી પડી છે. વાસ્તવમાં, એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિના મૃત્યુના થોડા કલાકો બાદ પત્નીએ પણ પોતાના પ્રાણ ત્યાગી દીધા છે.
તમને જણાવી દઈએ કે લગ્ન સમયે એક સાથે જીવવા-મરવાનું વચન આપનારા એક દંપતીએ એકબીજા સાથે કરેલા વચનને અંતિમ સમય સુધી પાળ્યું છે. મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં આવો જ નજારો જોવા મળ્યો છે, જે તમે વાસ્તવિકતામાં ભાગ્યે જ જોયો હશે.
વાસ્તવમાં, જાવદ તહસીલના ગોઠા ગામે પતિ-પત્નીના અમર પ્રેમનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે. પતિ જે આંગણામાં પોતાની પત્નીને સાથે લઈને આવ્યો હતો. તે જ આંગણામાં બંનેની અર્થી એક સાથે ઉઠી અને એક સાથે જ તેમની ચિતાને મુખાગનિ આપવામાં આવી. ત્યા હાજર લોકોએ જ્યારે આ દ્રશ્ય જોયુ તો તેમની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, જાવેદ તાલુકાનાં ગોઠા ગામમાં 85 વર્ષનાં શંકર ધોબીનો પરિવાર રહે છે. અચાનક જ રવિવારની રાતે શંકર ધોબીનું મૃત્યુ થઈ ગયુ. જણાવી દઈએ તેમના પત્ની બસંતી બોલી શકતા ન હતા. જ્યારે તેમના પુત્રએ તેને ઈશારામાં વાત સમજાઈ કે, તેના પતિ આ દુનિયા છોડીને જતા રહ્યા છે તો ધર્મપત્ની બસંતીબાઈ પતિથી દૂર થવાનું દુખ સહન કરી શકી ન હતી અને ફક્ત બે કલાકમાં જ તેણે પણ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ હતુ.
જેવા પતિ-પત્નીનાં નિધનનાં સમાચાર વિસ્તારમાં મળ્યા તો મોટી સંખ્યામાં ગામ અને આસપાસનાં લોકોએ પતિ-પત્નીને દુલ્હા-દુલ્હનની જેમ શણગારીને અંતિમયત્રા કાઢી અને બંને પતિ-પત્નીનાં એક સાથે જ અંતિમ સંસ્કાર કર્યા હતા.
વૃદ્ધ દંપતીનો પુત્ર બદ્રીલાલે જણાવ્યું કે જ્યારે તેણે તેની માતાને તેના પિતાના મોતના સમાચાર આપ્યા ત્યારે તે રડવા લાગી. તે દરમિયાન કેટલીક મહિલાઓ તેની આજુબાજુ બેઠી હતી પરંતુ અચાનક બે કલાક પછી તે સુવા જતી રહી હતી. તે પછી તે ફરીથી ઉઠી ન હતી. જ્યારે આસપાસ બેઠેલી મહિલાઓએ તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પણ આ દુનિયા છોડી ગઈ હતી.
શંકર ધોબીના પુત્ર બદ્રીલાલે જણાવ્યું હતું કે, તેમની આટલી ઉંમર થઈ ગઈ હતી પરંતુ તેમના માતા-પિતા એકબીજા વગર રહી શકતા ન હતા. દીકરાએ જણાવ્યું કે તેના માતાપિતા દરેક જગ્યાએ સાથે જતાં હતાં. પછી ભલે તે કોઈ કાર્યક્રમમાં જવાનું હોય અથવા ક્યાંક બહાર જવાનું હોય, તેના માતાપિતા હંમેશા આ ઉંમરે પણ સાથે રહેતા હતા. એવામાં બંને અંતિમ સફરમાં પણ સાથે જ ગયા હતા. જણાવી દઈએ કે આખું ગામ શંકર અને તેની પત્નીની અંતિમ યાત્રામાં સામેલ થયુ હતું. પતિ-પત્નીએ જે રીતે પોતાનો જીવ આપ્યો તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાઈ રહ્યુ છે.