એવું તે શું થયું કે ત્રણ યુવકો ને દોરી થી બાંધી ને માર માર્યા પછી જે થયું…

ઉત્તરપ્રદેશના કાસગંજમાં ત્રણ યુવકોને ગ્રામ પ્રધાને તાલિબાનની જેમ સજા કરી છે. સાથીઓની સાથે મળીને ગ્રામ પ્રધાને ત્રણે યુવકોના હાથ અને પગ દોરીથી બાંધીને માર માર્યો છે. તે પછી તેમને બંધક બનાવી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયા પછી પોલીસ સફાળી જાગી હતી. પોલીસે આ યુવકોને મુક્ત કરાવ્યા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે

ત્રણે યુવકોએ ગેરકાયદેસર બાંધકામનો વિરોધ કર્યો હતો આ સમગ્ર મામલો ગામ વાહિદપુર માફીનો છે. આ ગામનો એક વીડિયો વાઈરલ થયો, જેમાં દિનેશ, ઓમવીર અને ગોપાલ નામના ત્રણ યુવકોના હાથ અને પગ દોરીથી બાંધ્યા પછી તેમને વીજળીના થાંભલા સાથે બાંધીને રાખવામાં આવ્યા હતા. એમ કહેવાઈ રહ્યું છે કે ત્રણે યુવકોનો વાંક એટલો જ હતો કે તેમણે ગેરકાયદેસર બાંધાકામનો વિરોધ કર્યો હતો.

પ્લોટને લઈને વિવાદ હાલ કોર્ટમાં ચાલુ છે પ્રાપ્ત માહિતી મુજબ, ગ્રામ પ્રધાન નરેશ બાબૂ અને તેના ભાઈ રનવીર સિંહનો પીડિતો સાથે એક પ્લોટને લઈને વિવાદ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. ગ્રામ પ્રધાન દ્વારા આ જમીન પર નિર્માણ કરાવવામાં આવી રહ્યું હતું. આ નિર્માણ કાર્યનો યુવકોએ વિરોધ કર્યો, જોકે દબંગ ગ્રામ પ્રધાને તેમની વાત ન સાંભળી.

ગેરકાયદેસર નિર્માણની વિરુદ્ધ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લાવ્યા હતા ગામમાં રહેનારા દિનેશ, ઓમવીર અને ગોપાલ આ ગેરકાયદેસર નિર્માણની વિરુદ્ધ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લાવ્યા હતા. આ વાતથી નારાજ ગ્રામ પ્રધાન અને તેના ભાઈઓએ ત્રણે સાથે જોરદાર મારામારી કરી હતી અને તેમના હાથ-પગ વીજળીના થાંભલા સાથે બાંધી દીધા હતા. આ મામલાની માહિતી ગામના લોકોને મળતા જ તે પોલીસની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

માર મારીને વીજળીના થાંભલા સાથે બાંધવામાં આવ્યા પોલીસે ત્રણે યુવકોને દોરીથી મુક્ત કરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. બીજી તરફ પીડિત ગોપાલે જણાવ્યું કે ગ્રામ પ્રધાને તેમના 30થી 40 સાથીઓની સાથે ત્રણેને પકડી લીધા હતા. તે પછી તેમને જોરદાર રીતે માર્યા અને વીજળીના થાંભલા સાથે બાંધીને ચાલ્યા ગયા.

દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે મામલાની માહિતી આપતા એસપી કાસગંજ રોહન પ્રમોદ બોત્રેએ જણાવ્યું કે દોરીથી જમીન સાથે બાંધવામાં આવેલા ત્રણે લોકોનો વીડિયો વાઈરલ થયો હતો. આ મામલામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *