કાગડાઓ અને આ વૃદ્ધ વ્યક્તિ વચ્ચે છે આવો ગાઢ સંબંધ જેના કારણે તમને પણ નવાઈ લાગશે ! જેના કારણે આ વ્યક્તિ રોજ આવે છે અને કાગડાઓ સાથે….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી ઘણો લાગણીશિલ છે જેના કારણે તે પોતાના જીવન દરમિયાન અનેક લોકો સાથે સંબંધ બાંધે છે. આપણે સૌ જાણીએ છિએ કે આ ધરતી ઉપર ફક્ત માનવી જ નહીં પરંતુ અનેક અલગ અલગ જીવો પણ છે કેજે વસવાટ કરે છે. આવા જીવો પણ ઘણા લાગણીશિલ હોઈ છે.
આપણે સૌ જાણીએ છિએ કે માનવી અને પ્રાણીઓ વચ્ચે નો પ્રેમ ઘણો જૂનો છે અને ઘણો ગાઢ પણ. જેના કારણે આપણે પ્રાણીઓ અને માનવીની મિત્રતાના અનેક કિસ્સાઓ જોયા હશે. પ્રાણીઓ એક વખત કોઇ પણ વ્યક્તિ સાથે મિત્રતા કરે છે અને તે પછી તે આવા વ્યક્તિ પર પૂર્ણ વિશ્વાસ મૂકી દે છે. અને પોતાના મનુસ્ય મિત્ર સાથે ઘણી જ સહજતાથી રહે છે.
આવો જ એક બનાવ હાલ આપણી સમક્ષ આવ્યો છે કે જ્યાં એક વ્યક્તિ ને ઘણા કાગડાઓ સાથે એવો ગાઢ સંબંધ છે કે જેના કારણે તે દરરોજ પોતાના કાગડા મિત્રો માટે સવાર ના સમય માં નાસ્તો લઈને આવે છે. અને કાગડાઓ પણ તેની પાસેથી ઘણા જ વિશ્વાસ અને મેત્રિ ભાવથી નાસ્તો કરે છે. જો આ અનોખા બનાવ અંગે વાત કરીએ તો તે આ પ્રમાણે છે.
તમને જાણવી દઈએ કે આ બનાવ ભુજનો છે. કે જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી આ કાગડાઓ નાસ્તો કરાવે છે. આ વ્યક્તિ નું નામ ડાયાલાલ ખત્રી છે કે જેમની ઉંમર 82 વર્ષ છે. અને તેઓ રોજ સવારે ચાલીને શહેરના ખેંગારપાર્ક આવે છે. અને કાગડાઓ ને નાસ્તો કરાવે છે આ વૃદ્ધ વ્યક્તિ ને જોતાં જ કાગડાઓ પણ કાંઉ કાંઉ અવાજ કરીને તેમનું સ્વાગત કરે છે.
આ ઉપરાંત આ ચતુર અને કોઈનો વિશ્વાસ ન કરતા કાગડાઓ પણ આ વૃદ્ધ કાકા સાથે મિત્રતા ધરાવે છે. અને તેમના પર ઘણો જ વિશ્વાસ પણ રાખે છે જેને જોયા બાદ સૌ કોઈ તેમની દોસ્તીની પ્રશંસા કરતા હોઈ છે. તમને જાણવી દઈએ કે આ કાકા છેલ્લા લગભગ 18- 20 વર્ષથી પોતાના ઘરેથી સેવ મમરા,ગાંઠિયા ભરેલા ડબ્બાને આ કાગડા ના નાસ્તા માટે લાવે છે. આ કાકા ના જણાવ્યા અનુસાર આ સમય ગાળા દરમિયાન તેમને ઘણો સંતોષ થાય છે.