ગુજરાત માં વરસાદ ને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી રાજ્યમાં આ વિસ્તારોમાં જોવા મળશે વરસાદ આ તારીખથી શરૂ થશે………

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં લોકો દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે તે સમયે હવે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે ની ચોમાસાની ઋતુ સમગ્ર દેશ માટે ઘણીજ લાભ દાયક નીવડી હતી. વરસાદ ના સમય ગાળામાં વરસાદ સમગ્ર દેશ અને રાજ્યમાં મન મૂકીને વર્ષ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ રાજ્ય અને દેશ ની જળ અંગેની સમસ્યાઓ ઘણીજ હળવી બની હતી. પરંતુ આવા ભારે વરસાદ ના કારણે દેશ ના અનેક વિસ્તારો એવા પણ હતા કે જ્યાં વરસાદ ના કારણે પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી હતી.

આપણને સૌ ને લાગતું હતું કે હવે રાજ્યમાંથી વરસાદે સતાવાર રીતે વિદાય લીધી છે પરંતુ હાલ અંબાલાલ પટેલે કરેલ આગાહીએ ખેડૂતો માટે ચિંતા નો વિષય છે. વાતાવરણ ના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એક વાર વરસાદ ને લઈને આગાહી કરી છે. તેમના જણવ્યા મુજબ બંગાળની ખાડીમાં હવામાન માં હળવા દબાણ સક્રિય થવાના કારણે ચક્રવાત સર્જાય છે જે હવામાનને અસર કરશે.

તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 7 નવેમ્બર થી લઈને 8 નવેમ્બર સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ની આશંકા છે. રાજ્યમાં પંચમહાલ, મહેસાણા ઉપરાંત બનસકાંઠા અને સમી ની સાથો સાથ હારીજ અને અમદાવાદ તથા ગાંધીનગર માં 12 નવેમ્બર થી લઈને 16 નવેમ્બર સુધીમાં હળવાથી ભારે માવઠા અંગેની આશંકા છે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું છે કે દેશના ઉતરી ભાગોમાં પર્વત વાળા વિસ્તારોમાં બરફ પાડવાની સંભાવના છે. વાતાવરણ માં આવતા આવા ફેરફાર ના કારણે કૃષિ પાકોમાં વિપરીત અસર જોવા મળશે. વાતાવરણ માં આવ ફેરફાર ના કારણે રાજ્યમાં બે ઋતુઓ જોવા મળે છે. જેના પરિણામે સવારે વાદળિયું જયારે બપોર ના સમય માં તડકા અને ગરમી નો અહેસાસ થાય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *