India

ગૃહીણીઓ નુ બજેટ બગડશે ? જાણો તેલ ના નવા ભાવ….

Spread the love

મોંઘવારી, હાલ દેશમા જ્યારે મોંઘવારીએ માજા મૂકી છે. તેવા સમય મા સાધારણ વ્યક્તિ કે જેમની આવક સામાન્ય છે. તેવી વ્યક્તિઓ માટે આ મોંઘવારી માથાનો દુખાવા સમાન બની રહી છે. જયા એક બાજુ લોકોની આવક કોરોના બાદ ઘટી છે, તો બીજી બાજુ દેશમા મોંઘવારી જાણે આકાશે પહોચિ ગઈ હોય તેવું લાગે છે.

આપણે જોયુંજ છે. કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીજલ ના ભાવ જાણે આકાશઆંબી ગયા છે. હજી આ ભાવો નો સામનો લોકો કરતા હતા ત્યાજ ગેસ ના ભાવો વધવા લાગ્યા. જ્યારે મળતી માહિતી મુજબ હવે તેલ ના ભાવો પણ વધી ગયા છે. આમ સતત વધતા ભાવ વધારા ને કારણે લોકો નુ ઘરેલુ બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

હાલ ચાલતા તહેવારોના સમયગાળા મા જાણે વચેટિયાઓ જાણે સક્રિય થઈ ગયા હોય તેવું લાગે છે. જો વાત તેમના ભાવ વિશે કર્ય તો સિંગતેલ ના ભાવમા એક ડબ્બે 100 રૂપિયા જેટલો જ્યારે કપાસિયા તેલના ભાવમા ડબ્બે લગભગ 60 રૂપિયા જેટલો વધારો જોવા મળિયો છે.

હાલ તેલની સિજન શરૂ છે ત્યારે તમામ ઘરના બજેટ બગડી ગયા હોઈ તેવું લાગે છે. જો વાત કરિએ તેમના ડબ્બા ના ભાવની તો સિંગતેલ ના ડબ્બાનો ભાવ ફરીવખત 2550 થી 2590 રૂપિયા વચ્ચે છે. જો વાત કરીએ કપાસિયા તેલ અંગે તો તેના ડબ્બા નો ભાવ 2425 રૂપિયા પાસે પહોચિ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *