ગોલ્ડ બોન્ડ ને લઈને અગત્યના સમાચાર માત્ર 5 દિવસ આટલા ગોલ્ડ બોન્ડ નું વેચાણ થયું જેમાં અમદાવાદ……
મિત્રો આપણે સૌ સોનું ખરિદવા ની ઇચ્છા રાખતા હોઈએ છીએ. અને આવી ઘાતુમા પોતાના નાણાં પણ રોકવા વિચારતા હોઈએ છિએ. કારણ કે આપણે સૌ જાણીએ છિએ કે આ ધાતુ ઘણી જ મુલ્યવાન છે અને એક વાર તેમાં નાણાં રોક્યા પછી લગભગ તેનું વળતર સારુંજ મળે છે. વળી હાલના સમય માં સોનુંએ અમીરી નું પણ પ્રતીક બનિ ગયુ છે.
લોકો ની રોકાણ ની આવી ઇચ્છા ને ધ્યાન માં રાખીને સરકાર ગોલ્ડ બોન્ડ જાહેર જાનતા માટે બહાર પાડે છે. જેમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા નાણાં રોકી શકે છે. હાલ આવા ગોલ્ડ બોન્ડ ને લઈને સમાચાર મળી રહ્યા છે.
જણાવી દઈએ કે લોકોના આવા રોકાણ કરવાના વલણ ને ધ્યાન માં રાખી કેન્દ્ર સરકાર દર મહિને ગોલ્ડ બોન્ડનું વેચાણ કરે છે. જણાવી દઈએ કે આ પ્રક્રિયા દરમિયાન પોસ્ટલ વિભાગે 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં કુલ રૂ. 16.04 કરોડના 33.500 કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ કર્યું છે. જે પૈકી ગોલ્ડ બોન્ડ નું સૌથી વધુ અમદાવાદ ડિવિઝન માં થયું છે. આમાં આ ડિવિઝન દેશ માં પ્રથમ ક્રમે છે. જયારે ગોલ્ડ બોન્ડ ખરીદી મામલે બારડોલી ડિવિઝન રાજ્યમાં છેલ્લા ક્રમે રહ્યું છે.
પહેલેથી જ લોકોને સોનું ખરિદવુ અને તેમાં રોકાણ કરવું પસંદ છે વળી લોકોને તેમાં નાણાંની સુરક્ષા પણ લાગે છે માટે દરેક વ્યક્તિ ગોલ્ડની ખરીદી વધુ કરતા હોય છે. જેના કારણે લોકો નો આ વિશ્વાસ ટકી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ગોલ્ડ બોન્ડનું વેચાણ રાષ્ટ્રીયકૃત બૅન્કો અને પોસ્ટલ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
જણાવી દઈએ કે આ વેચાણ માટે આખા રાજ્યના 26 ડિવિઝનમાંથી પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જે પૈકી ગોલ્ડ બોન્ડ નું સૌથી વધુ વેચાણ અમદાવાદ જિલ્લાના શહેરી ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય બંને ડિવિઝનમાં સૌથી વધુ થયું છે. અહીં 16527 ગ્રામ એટલે કે રૂ. 7.91 કરોડનું વેચાણ થયું છે. આ પ્રવૃત્તિ ની શરૂઆતથી અત્યાર સુધીમાં પોસ્ટલ ડિવિઝન દ્વારા ગોલ્ડ બોન્ડ વેચાણનો લક્ષાંક 41.88 ટકા પૂર્ણ કર્યો છે.
જો વાત ગોલ્ડ બોન્ડ અંગે સરકારી યોજના ની કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને 80 કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ કરવાનો લક્ષાંક આપ્યો હતો. આ લક્ષ્યાંક પૈકી નોર્થ ગુજરાતના 22 કિલો ગોલ્ડ બોન્ડ ની વહેચણી કરવાની હતી જેમાં 11.122 કિલોનું વેચાણ કર્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માં 28 કિલો ગોલ્ડના લક્ષાંક નક્કી કરવામાં આવ્યો હતો જર પૈકી 8.298 કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ થયુ છે. અને સાઉથ ગુજરાત માં કુલ 30 કિલો ગોલ્ડના લક્ષાંકની નિર્ધારિત કરેલ જેમાં 14.080 કિલો ગોલ્ડ બોન્ડનું વેચાણ થયું છે.