ચક્ર્વાત જવાદ ને લઈને હવામાન વિભાગે કરી ચિંતા વધારે તેવી આગાહી આ ચક્ર્વાત ની જપેટ માં આવશે આટલા વિસ્તારો અને જોવા મળશે….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ શિયાળા નો સમય ચાલી રહ્યો છે. તેવામાં જ્યારે દેશ માંથી વરસાદે વિદાય લીધી છે પછીથી શિયાળાના કારણે લોકોને ઠંડી નો સામનો કરવો પડી રહ્યો છે. હાલ લોકો ને ઠંડી ઠરાવી રહી છે ત્યારે હજુ પણ એવા અમુક વિસ્તારો છે કે જ્યાં હવામાંન માં થતાં ફેરફાર ના કારણે વરસાદ પડી રહ્યો છે. તેમાં પણ અરબ સાગર અને બંગાળની ખાડીમા જોવા મળતા હવાના ઓછા દબાણના કારણે દેશ પર ચક્ર્વાત નું સંકટ જોવા મળે છે તેવામાં હાલમાં મળતી માહિતી લોકોની ચિંતા વધારે તેવી છે.
જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર દેશ માં જોવા મળેલા પાછલા અમુક ચક્રવાતી તોફાન જેવાકે તોત અને યાસ બાદ હવે દેશ પર ‘જવાદ’ નામના વાવાઝોડા નો ખતરો જોવા મળી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આ ચક્ર્વાત ને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર વિસ્તાર ના કારણે જવાદ વાવાઝોડુ જોવા મળશે.
હવે આ ચક્ર્વાત વાત ને લઈને વધુ વિગતો સામે આવી રહી છે. જણાવી દઈએ કે આ ચક્ર્વાત હવે ઓડિશા અને આંધ્રપ્રદેશ ઉપરાંત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. આ વાવાઝોડાને લીધે બિહાર ઉપરાંત ઝારખંડમાં પણ વરસાદ પડી શકે છે. IMDના જણાવ્યા અનુસાર આ ચક્રવાત શનિવારે સવારે આંધ્ર પ્રદેશ સાથો સાથ ઓડિશાના કિનારે આ ઉપરાંત પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે. જે બાદ ચક્ર્વાત આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર આગળ વધશે. અને તેના પછી તે રવિવારે બપોર સુધીમાં પુરીની આસપાસ કિનારે પહોંચશે.
જાણવી દઈએ કે આ ચક્ર્વાત ઘણો જ વિકરાળ છે અને તેનાથી ભારે નુક્શાનની આગાહી છે જેને ધ્યાન માં રાખીને રેલવે પણ સાવચેતી રાખી રહ્યું છે. અને આ રૂટ પરથી પસાર થતી 95 ટ્રેનો 3જી અને 4ઠ્ઠી ડિસેમ્બર ના દિવસોમા રદ કરી છે. આ રદ કરેલ ટ્રેનોમા છત્તીસગઢના બિલાસપુર ઝોનમાંથી પસાર થતી 11 ટ્રેનોનો પણ સાથે સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે હાલ અહીં ચક્રવાતી વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને છત્તીસગઢમાં પૂર્વીય પવનો આવવા લાગ્યા છે, જેના કારણે હવામાન શુષ્ક અને ઠંડુ થઈ ગયું છે. આ ચક્ર્વાત ને લઈને છત્તીસગઢના 13 જિલ્લામાં એલર્ટ જાહેર કરાયુ છે.
જો વાત આ ચક્ર્વાત ના ખતરા અંગે કરીએ તો હવામાન વિભાગે જણાવ્યા અનુસાર શનિવારથી જ આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જે બાદ આ ચક્રવાત એક મોટા દરિયાઇ તોફાનમાં ફેરવાઈ જશે. તે સમયે અહીં પવન 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે. જે બાદ આ ચક્ર્વાતી પવન રવિવાર સવારથી આગામી 12 કલાક સુધી પવનની ઝડપ 80 કિમી પ્રતિ કલાક રહી શકે છે. જો વાત આ ચક્ર્વાત ની અસર અંગે કરીએ તો જાણવી દઈએ કે આન્ધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ ઉપરાંત ત્રિપુરા અને મેઘાલય સાથો સાથ આસપાસ ના વિસ્તાર માં વરસાદ ની સંભાવના છે.