ચા નાસ્તો કરી જતા પંચાયત ના કર્મચારી પર વિજળી પડતાં મોત, પરીવાર પર દુખુ નો.

ગાંધીનગર જુના સચિવાલય બ્લોક નંબર 11 પાસેના બગીચા નજીક લીમડાના ઝાડ પાસેથી પસાર થતી વખતે આજે રિસેસનાં સમયે ચા નાસ્તો કરીને પરત ફરજ પર જઈ રહેલા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા કર્મચારી પર અચાનક કડાકા ભડાકા સાથે પડેલી વીજળીના કારણે સ્થળ ઉપર જ તરફડિયાં મારીને કરૂણ મોત નીપજ્યું છે. આ બનાવના પગલે સચિવાલય સંકુલમાં આવેલા શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે હાલમાં પોલીસ દ્વારા મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરનાં સેકટર-17 જિલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખામાં પટાવાળા તરીકે રજનીકાંત. એન. દુલેરા ફરજ બજાવતા હતા. સેકટર -6 જ ટાઈપ મકાન નંબર 71/2માં રહેતા મૂળ ધોળકાનાં રજનીકાંતભાઈના પરિવારમાં પત્ની રમીલાબેન તેમજ 23 વર્ષીય દીકરી સેજલ તેમજ 21 વર્ષીય પુત્ર છે. જ્યારે રમીલાબેન પણ જિલ્લા રોજગાર કચેરી માં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. જેઓ આજે અમદાવાદ મુકામે કોઈ કામ અર્થે ગયા છે.

આજે રાબેતા મુજબ રજનીકાંતભાઈ પોતાની ફરજ પર ગયા હતા. ત્યારે બપોરે રીશેષ પડતા તેઓ જુના સચિવાલય ખાતે ચા નાસ્તો કરવા માટે ગયા હતા. તે વખતે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો. જેનાં કારણે બ્લોક નંબર 11 પાસેના બગીચામાં લીમડાના ઝાડ નીચે ઝાકીરભાઈ તેમજ ત્રણ છોકરીઓ મળીને છ જણા ઉભા હતા.

આ દરમિયાન લીમડાના ઝાડ પાસેથી પસાર થતી વખતે અચાનક જોરદાર અવાજના કડાકા સાથે વીજળી તેમના પર પડી હતી. જેનાં કારણે રજનીકાંતભાઇ તરફડિયાં મારવા લાગ્યા હતા. બનાવના પગલે આસપાસના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. તરફડિયાં મારતાં રજનીકાંતભાઈને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ લઈ જવાયા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવના પગલે સિવિલ હોસ્પિટલ તેમના સંતાનો પણ દોડી આવ્યા હતા. તેમજ પોલીસ પણ દોડી ગઈ હતી. અને મૃતક કર્મચારીની લાશનું પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *