જમીન મામલે થયેલ ઝઘડા એ લીધો યુવક નો જીવ જેના કારણે ગામના બે જ્ઞાતિ માં……

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજમાં હત્યા ના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલ લોકમાં સહન શક્તિ નો અભાવ છે જેના કારણે લોકો નાની નાની બાબત માં એક બીજાનો જીવ લેતા ખચકાતા નથી. હાલના સમય માં જાણે લોકો માટે કોઈ પણ વ્યક્તિનો જીવ લેવો તે બાબત સામાન્ય બની ગઈ હોઈ તેવું લાગે છે. જેના કારણેજ નાની વાતો ના ઝઘડા મોટા રૂપ લઈલે છે જેના કારણે ઘણીવાર વ્યક્તિને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.

આવા જ એક બનાવ વિશે આપણે આજે અહી વાત કરવાની છે કે જ્યાં બે જ્ઞાતિ વચ્ચે એક જમીન ને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો અને આ ઝઘડાનો ભોગ એક વ્યક્તિ બની ગયો અને તેને પોતાના જીવથી હાથ ધોઈ બેસવું પડ્યું હતું. તો ચાલો આપણે આ ઘટના અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

મિત્રો હજી થોડા સમય પહેલા જ સુરતથી એક ગંભાર ઘટના સામે આવી હતી. કે જેમાં પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવા માટે ઉભેલી લાઈન તોડીને સીધો જ આગળ નીકળી ગયો હતો. જોકે તેના આવા કૃત્યો નો વિરોધ આ લાઈનમાં ઉભેલા લોકો એ કર્યો હતો. પરંતુ તે વ્યક્તિ આ લોકો સાથે દુરવ્વાહાર કરીને દાદાગીરી કરીને પેટ્રોલ પુરાવા લાગ્યો.

જેને કારણે પાછળ લાઈન માં ઉભેલા અને આ વ્યક્તિ કે જેનું નામ જયેશ છે તેની પહેલા આવેલ સફેદ સ્કુટર સવાર ત્રણ લોકો સાથે તેની તીવ્ર બોલચાલ થઇ ગઈ. આ મામુલી વાત નો ઝઘડાએ એટલું વિકરાળ રૂપ ધારણ કર્યું કે જેના કારણે આ લોકો દ્વારા જયેશ પર પેટ્રોલ પંપ ની બહાર છરી ના ઘા જીક્યા જેને કારણે તેનું મોત થયું.

ત્યારે ફરી એકવાર આવો જ એક બનાવ ખેડાએ થી સામે આવ્યો છે. કે જ્યા જમીનના વિવાદે વિકરાળ રૂપ લેતા એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ બનાવ ખેડા તાલુકાના ઢઠાલ ગામે સર્જયો હતો. અહી છેલ્લા થોડા સમયથી બે જ્ઞાતિ વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જોત જોતામા આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

જો વાત આ વિવાદ માં મૃત્યુ પામનાર વ્યક્તિ વિશે કરીએ તો તેનું નામ પ્રીતેશ બાબુભાઈ મકવાણા છે. તેઓ અહીના જ રહેવાસી હતા. તેમને ગળાના ભાગપર ધારિયા વડે વાર કરવામાં આવ્યો હોતો. આ વાર ના કારણે તેમનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસ ને કરવામાં આવી હતી.

બનાવ અંગે માહિતી મળતા ખેડા ટાઉન પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોચી અને મૃતક ની બોડી નો કબજો લઇ લીધો. અને પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં પોલીસની આશંકા જમીનના વિવાદ ના કારણે આ વ્યક્તિ ની હત્યા થઇ હોવાનું જણાવ્યું છે. જોકે હાલ પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી લીધો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *