જાણો બે બાળકોની માતા એ એવુ તો શું કર્યુ તે અનેક મહિલાઓ માટે રોલ-મોડલ બની ગઈ જોવો આ…

માનવ શરીર એ કુદરતે આપણને આપેલી અનમોલ બક્ષીશ છે કુદરત દ્વારા પ્રાપ્ત આ શરીર એક પ્રકારે અજુબો છે આ શરીરને સાચવવાના જવાબદારી આપણી છે માટે જ તે મળેલ આ કુદરતી અનમોલ શરીરની કદર કરવી અને તેનું શ્રેષ્ઠ ઉપયોગ કરવો.

આપણે અહીંથી એવા કિસ્સા વિશે વાત કરવા જઈએ છીએ કેજે આપણને એવો બોધપાઠ આપે છે જીવનમાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી માનવ શરીર એક પ્રકારે જાદુ છે. અને તેના દ્વારા આપણે કઈ પણ કરી શકીયે છીએ.

આ વાત છે હૈદરાબાદ માં રહેતી અને ભારતની મહિલા બોડી બિલ્ડર તરીકે જાણીતી કિરણ કે જેણે ૪૫ વર્ષની ઉંમરે એવી બોડી બનાવી જે જેના પર સમગ્ર પરિવાર ગર્વની લાગણી અનુભવી. તેઓ સમગ્ર ભારતમાં રહેતી ગૃહિણી માટે એક આદર્શ છે.

સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જેટલી સરળતાથી શરીર નુ વજન વધે છે તેટલી સરળતાથી તેને ઘટાડી શકાતું નથી તેમાં પણ જો વાત કરીએ ભારતીય મહિલાઓની તેમાંથી મોટાભાગની મહિલાઓ ગૃહિણી છે તેમાં પણ એક અથવા બે સંતાન થઇ ગયા બાદ તેમના શરીરમાં વધારો થાય છે જેને ઘટાડવું તેમના માટે થોડું કઠિન બની છે.

પરંતુ આ કઠિન કામ કિરણ એ કરી બતાવ્યું છે કે જેણે 45 વર્ષની ઉંમરે તથા બે સંતાન થઇ ગયા બાદ કેવી રીતે પોતાના શરીરને તૈયાર કર્યું તેની પાછળ આખી વાત જાણવા જેવી છે તો ચાલો આખી માહિતી મેળવિએ.

કિરણ પોતે 30 વર્ષ સુધી પોતાના સાંસારિક જીવન માં રચિયા પચિયા હતા ત્યારે તેમનું વજન પણ ઘણું વધુ હતું. તયારે તેમને બ્રેઇન બ્લડ ક્લોટ થયું. ત્યારે તેમને હોસ્પીટલ માં દાખલ કરિયા. ત્યારે તેમને તેમના વજન વિશે ચિંતા થઈ, અને તેમણે વજન ઉતારવાનુ નક્કી કરિયું. તેમણે 6 થી 7 મહિના સુધી યોગા, સ્વિમીંગ કરી ને લગભગ 25 કિલો વજન ઉતારિયુ. અને તે સમયએ તેમને જીમ માં જવાનો ચસ્કો લાગીયો અને બોડી બનાવી.

તેઓ એક સારા એવા જિમ ઇન્સ્ટ્રક્ટર તો છેજ  સાથોસાથ તેઓ પર્વતારોહિ, મોટીવેશનલ સ્પીકર પણ છે. તેઓ પોતે ઘણા ફિલ્મ સ્ટાર ને ફિટનેસ અંગે માહિતી આપે છે. જોકે તેમના જિમ નું સપનું પૂરું કરવા માટે તેમના પરિવારે ઘણો જ સાથ આપ્યો.

તેમણે જણાવ્યું હતું વર્ષ 2013માં પરિવારની ઇચ્છા  વિરુદ્ધ જઇ તેમણે વૈશ્વિક બોડી બિલ્ડીંગમાં ભાગ લીધો હતો અને તેમણે આ બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો. ત્યારે તેમના પરિવારના સભ્યો ને પણ તેમના પર ઘણો ગર્વ થયો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *