IndiaNational

જાણો લિજ્જ્ત પાપડ ની શરૂઆત અને તેના સ્થાપક જસવંતી બહેન વિશે કે જેમને આ વ્યવસાય શરૂ કરવા માટે……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવીએ કુદરતની અનમોલ રચના છે. માનવી પોતે જે ધારે તે તમામ વસ્તુ મેળવી શકે છે. પરંતુ આ માટે તેણે સતત મહેનત કરવી જરૂરી છે કહેવાઈ છે કે મહેનતા કરનાર વ્યક્તિને કોઈ પણ વસ્તુ મેળવવી મુશ્કેલ નથી. મેહનત કરનાર ને ઉમર, ભણતર, પૈસો, કે અન્ય કોઈ પણ પરિબળો રોકી શકતા નથી. બસ વ્યક્તિએ પોતાની ઈચ્છા અને સપનાઓ પુરા કરવા માટે યોગ્ય મહેનત કરેલી હોવી જોઈએ.

તેમાં પણ આપણી ગુજરાતી માં કહેવત છે કે “નિશાન ચૂક માફ છે પણ નહિ માફ નીચું નિશાન” એટલેકે તમાર લક્ષો ઉચા રાખો અને તેને પામવા મહેનત કરવા લાગો જો તમે તમારા ધરેલા લક્ષાંક સુધી નહિ પહોચી શકો તો બીજા ઉચા લક્ષ સુધી તો જરૂર પહોચી જાસો. પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ મહેનત કરવાવાળા લોકો પોતાના તમામ લક્ષાકો આસાનીથી મેળવી લે છે.

આજે આપણે અહી એક એવી વ્યક્તિ અને તેમના વ્યવસાય વિશે વાત કરવાની છે કે જ્યાં મહિલાઓ એ કે જેઓ પોતે ઓછો અભ્યાસ કર્યો હોવા છતાં પણ પોતાના વ્યવસાય ને સફળતાની ટોચ પર લઇ ગયા. આ મહિલાઓ ની મહેનત ના કારણે આપણને લિજ્જત જેવા સ્વાડીસ્ત પાપડ નો લાભ મળ્યો છે. આપડે અહી લિજ્જત પાપડ ના સંસ્થાપક એવા જસવંતી બહેન, અને તેમના વ્યવસાય સાથો સાથ તેમણે મહિલાઓ ને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે શરૂ કરલે વ્યવસાય વિશે વાત કરવાની છે.

તમને જણાવી દઈએ કે લિજ્જત પાપડની શરૂઆત વર્ષ 1959 માં 15 મી માર્ચ ના રોજ કરવામાં આવી હતી. આ પાપડ ની શરૂઆત જસવંતી બેહેને ઉપરાંત અન્ય 6 મહિલાઓ સાથે ઘરમાં પાપડ બનાવવાનું શરૂઆત થઇ હતી. આ બધી મહિલાઓ પોતાના ઘરના કામો પૂરા કરીને પાપડ બનાવવાનું કામ કરતી હતી. અને આ કામ માંથી મળેલા પૈસાથી પરિવારને આર્થિક રીતે મદદ કરતી હતી.

જો વાત તેના નામ એટલે કે લિજ્જત વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે તેનું નામ લિજ્જ્ત કેમ રાખવામાં આવ્યું કારણ કે જસવંતી બહેને મૂળ ગુજરાતી છે. અને લિજ્જત નામનો ગુજરાતીમાં અર્થ સ્વાદિષ્ટ એવો થાઈ છે. આ વ્યવસાય ની શરૂઆત કઈ રીતે થઈ તેની વાત પણ ઘણી મજેદાર છે.

જો આ વ્યવસાયની શરૂઆત વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ વ્યવસાય શરૂ કરવા માટે પહેલા જસવંતી બેહેન પાસે કોઈ ભંડોળ ન હતુ, આ કારણે તેમણે એ સમયના એક સામાજિક કાર્યકર્તા છગનલાલ પારેખ પાસેથી ₹80 ઉછીના લીધા હતા. અને આ નાણાંથી પાપડ બનાવવાનું શરૂ કર્યું હતું. માત્ર 80 રૂપિયાથી શરૂ કરેલ આ ઉદ્યોગ અત્યારે કુલ ટર્નઓવર પર નજર કરીએ તો 1600 કરોડનું થાય છે.

7 મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા આ ગૃહ ઉદ્યોગે ધીમે ધીમે વેગ પકડ્યો. ધીમે ધીમે વધુ મહિલાઓ આ ઉદ્યોગમાં જોડાઈ. હાલ આ ઉધ્યોગ સાથે લગભગ 45000 મહિલાઓ જોડાયેલ છે અને આ ઉદ્યોગ નો ફેલાવો હાલ 17 રાજ્યોમાં છે આ રાજ્યો માં તેમની 82 શાખાઓ ચાલી રહી છે.

મિત્રો જો વાત લિજ્જત પાપડ ના સ્થાપક જસવંતી બહેને વિશે કરીએ તો તેમનો જન્મ મહારષ્ટ્ર ના ખપોલી નામના ગામમાં થયો હતો. તેઓ મૂળ ગુજરાત ના છે. તેઓ પોતે પાંચ ભાઈ- બહેનો છે. તેઓ એવા સમય માં જન્મયા હતા જે જયારે મહિલાઓના શિક્ષણ ને વધુ મહત્વ આપવામાં આવતું ન હતું. જેના કારણે જસવંતી બહેને માત્ર બે જ ધોરણ સુધી આભ્યાસ કરી શક્યા હતા.

જો વાત તેમના લગ્ન વિશે કરીએ તો તેમના લગ્ન માત્ર ૧૭ વર્ષની ઉમરમાં કરી દેવાયા હતા. લગ્ન બાદ તેમનું જીવન પોતાના પરિવાર અને પોતાન ત્રણ સંતાનને સાચવવામાં વીતતું હતું. તેવામાં જયારે સંતાનો શાળાએ જવાનું શરુ કર્યું ત્યારે તેમની પાસે બપોરના સમય માં થોડો સમય વધતો હતો. જેના કારણે તેમણે અને તેમની આસ પડોસ ની બહેનોએ આ ખાલી સમય નો યોગ્ય ઉપયોગ કરવાનું વિચારયુ.

આ બધી બહેનો પોતે ઓછુ ભણેલી હતી જેના કારણે તે લોકોએ અડદ ના પાપડ બનાવવાનું વિચાર્યું. અને પોતાનો પહેલો પાપડ તે સમય ના નામદાર વ્યક્તિ એવા પુરષોતમ દતાણી બાપાને ચખાડ્યો. ત્યાર બાદ તેમના જણાવ્યા પ્રમાણે પાપડ નું પેકિંગથી લઈને પોતાના ગૃહ ઉદ્યોગની નોધણી અંગેની તમામ બાબતો કરી.

હાલ ૯૩ વર્ષની ઉંમરે પણ જસવંતી બહેન નો ઉત્સાહ જોઈને યુવાન લોકો ને પણ શરમ લાગી જાઈ તેમ છે. જસવંતી બહેને લીજ્જત પાપડ નો પાયો આજથી લગભગ ૬૬ વર્ષ પહેલા નાખ્યો હતો. તેઓ આજે પણ પરિવહન માટે ટ્રેનનો ઉપયોગ કરે છે. દરેક સ્ત્રીઓ પોતે આત્મ નિર્ભર બને તેવા હેતુથી આ ગૃહ ઉદ્યોગની પાપડ બનાવવા અંગે ની કામગીરી અનેક વિસ્તારોમાં થાય છે.

આટલા વર્ષોથી પાપડ નો એક સરખો સ્વાદ જાળવી રાખવાનું રહસ્ય બા પોતાની પાપડ બનાવવાની બનાવટ ને ગણાવે છે. તેઓ જે પણ વિસ્તાર માં પોતાની નવી ઉત્પાદ કામગીરી શરુ કરે તે તમામ વિસ્તારોમાં મહિલાઓને પોતે પ્રસિક્ષણ આપવા માટે બે થી ત્રણ મહિના જાય છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 1960 માં લિજ્જત પાપડની સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધણી કરવામાં આવી હતી. જ્યારે 1962 માં આ ઉદ્યોગનું નામ મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ એવું રાખવામાં આવ્યું. જો વાત આ ઉદ્યોગ ને મળેલ સન્માન અંગે કરીએ તો વર્ષ 2002 માં ઇકોનોમિક ટાઈમ્સ તરફથી તેમને બિઝનેસ ઓફ ધી યર નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2003માં શ્રેષ્ઠ કુટીર ઉદ્યોગનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વળી વર્ષ 2005 માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વારા આ ઉદ્યોગ ને બ્રાન્ડ ઈક્વિટી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *