જાણો શા માટે ફિલ્મ પુષ્પા થઇ રહી છે આટલી મોટી હિટ જયારે રણવીર સિંહ ની ફિલ્મ ’83’ નું પ્રદર્શન રહ્યું નબળું…..
મિત્રો આપણે સૌ મનોરંજન ના શોખીન છીએ. તેમાં પણ દરેક વ્યક્તિને ફિલ્મોં જોવી પસંદ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં અલગ અલગ ભાષાના વસનાર લોકો રહે છે. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાષા બોલાઈ છે. તેવામાં દેશમાં મનોરંજન માટે અલગ અલગ ભાષામાં અનેક ફિલ્મ જગત છે. આવા ફિલ્મ જગત માંથી દર વર્ષે અલગ અલગ અનેક ફિલ્મો રિલીઝ થાય છે. જે પૈકી અમુક ફિલ્મો ઇતિહાસ રચે છે. આપણા દેશની તમામ ફિલ્મોને દેશ અને દુનિયા તરફથી ઘણો પ્રેમ મળે છે.
આપણે અહીં એવી જ બે ફિલ્મ વિશે વાત કરવાની છે અને તેમની તુલના પણ કરવાની છે. આપણે અહીં અલ્લુ અર્જુન ની ફિલ્મ ” પુષ્પા :દ રાઇઝ ” અને રણવીર સિંહ ફિલ્મ ” 83 ” વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલ આ બંને ફિલ્મ રિલીઝ થઇ ચુકી છે. બંને ફિલ્મ ની સ્ટોરી અલગ અલગ છે અને બંને ફિલ્મ લોકોને ઘણી પસંદ પણ આવી રહી છે. જો કે વાત અલ્લુ અર્જુન ની ફિલ્મ ” પુષ્પા ” અંગે કરીએ તો આ ફિલ્મ નો જાદુ હાલ ફક્ત દેશમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં છવાઈ ગયો છે.
પ્રેક્ષકો તરફથી પણ ફિલ્મ ને ઘણો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. અને લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે. જયારે વાત કરીએ રણવીર સિંહ ની ક્રિકેટ પર આધારિત ફિલ્મ ” 83 ” વિશે તો જણાવી દઈએ કે આ એક બિગ બજેટ ફિલ્મ છે. કહેવાય છે કે આ ફિલ્મ બનાવતા પહેલા ફિલ્મ માં જેટલા ક્રિકેટરોની સ્ટોરી બતાવવામાં આવી છે તેમને દરેક ને 3 થી 7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે જે આ ફિલ્મના વધુ બજેટ વળી હોવાની સૌથી મોટું કારણ છે.
જો કે આ ફિલ્મ હાલ દર્શકોને ખાસ પસંદ આવી રહી નથી જ્યાં એક બાજુ ફિલ્મ પુષ્પ રિલીઝના ત્રીજા અઠવાડીએ પણ રેકોર્ડ કમાણી કરી રહી છે ત્યાં આ ફિલ્મ 83 પહેલા જ અઠવાડીયામાં કોઈ સારું પ્રદર્શન કરી શકી નથી. જો વાત આ બંને ફિલ્મ અને તેમની તુલના અંગે કરીએ તો આ કારણો છે કે જેના કારણે ફિલ્મ પુષ્પા આટલી મોટી હિટ સાબિત થઇ અને ફિલ્મ 83 પ્રમાણમાં ફ્લોપ સાબીત થઈ.
આ અગાઉ તમને જણાવી દઈએ કે હાલ ફિલ્મ પુષ્પા એ વૈસ્વિક સ્તર પર 300 કરોડની કમાણી કરી લીધી છે જયારે તેના હિન્દી વર્ઝને પણ 75 કરોડ કરતા વધુ કામાણી કરી છે. જો વાત આ ફિલ્મની હિટ થવા પાછળના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ફિલ્મ નું હિટ જવાનું સૌથી મોટું કારણ તેના લીડ એક્ટર છે. આપણે સૌ જાણીએ છીએ કે આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રસ્મિકા મંદાના લીડ રોલમાં છે. અને આ બંને કલાકારોની ફેન ફોલોઇંગ ઘણી જ વધુ છે તેમના કારણે લોકો આ ફિલ્મ તરફ આકર્ષાય છે.
ઉપરાંત ફિલ્મ માટે બંને કલાકારોએ જે રીતે પોતાના લુક પર કામ કર્યું છે તે પણ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ ઉપરાંત પુષ્પા ફિલ્મ ના ગીતે પણ લોકોનો પ્રેમ લુટીયો છે તેમાં પણ ખાસ ઓ અંતવા ગીત કે જેમાં સામંથા હતી તેમણે લોકોને ઘણા મનોરંજિત કર્યા છે ગીતમાં તેમનો લુક અને ફિગર ઘણું જ સારું નજરે પડે છે. આ ઉપરાંત ફિલ્મના અમુક ડાયલોગ અને પંચ લાઈન પણ લોકોને ઘણી પસંદ આવી રહી છે. જો કે જણાવી દઈએ કે આ ફિલ્મ ડાયરેક્ટર સુકુમાર છે તેમણે અને અલ્લુ અર્જુને સાથે અનેક ફિલ્મ કરીએ છે માટે ફિલ્મ દ્વારા તેમનું બોન્ડીગ ખાસ નજરે પડે છે.
આ ઉપરાંત જો વાત ફિલ્મ 83 ના નબળા પ્રદર્શન અંગે કરીએ તો તેનું સૌથી મોટું કારણ કોરોના અને એમીક્રોન છે. ફિલ્મ 83 રિલીઝ થયા પછી જે રીતે કોરોના ના કેશ વધ્યા છે તેને ધ્યાન માં રાખીને અનેક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે પૈકી અમુક વિસ્તારોમાં રાત્રી કરફયુ અને સિનેમા બંધ થયા અંગે પણ માહિતી મળી છે કેજે આ ફિલ્મ ના નબળા દેખાવનું કારણ માની શકાય.