જાણો સૌરાષ્ટ્રની ધરતી પર બિરાજેલ દડવાના રાંદલ માતાજીનો પ્રાચીન અને અલૌકીક ઈતિહાસ
સૌરાષ્ટની ધરા પર સ્થિત ગોંડલ નજીક દડવા મ રાંદલ માતાજીનુ દેવસ્થાન ખુબ જ પ્રખ્યાત છે. ગોંડલથી મોવિયા અને ત્યાની વાસાવાડ માર્ગે ૩૫ કી.મીના અંતરે દડવા ગામમા બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. રાંદલ માતાજી અધ્યાત્મની ભાષામા જણાવીએ તો અહી બિરાજેલા રાંદલ માતાજી માથી દિવ્ય અલૌકીક ઉર્જા ફેલાય છે. આજે આપણે જાણીએ દડવામા રાંદલ માતાજીનો ઈતિહાસ.
એક વખત સૌરાષ્ટ મા ખુબ જ ગંભીર દુષ્કાળનુ વાતાવરણ સર્જાય છે. જેનાથી રક્ષણ મેળવવા માટે માલધારીઓ ટીંબામા વાસ કરે છે જે બીજુ કોઈ નહી પરંતુ, સ્વયં રાંદલ માતાજી છે. આ બાળકીના પગ ગામમા પડતા જ ચારેય બાજુ અલૌકિક ચમત્કારો થવા માંડે છે. અપંગ, આંધળા તથા કોઢથી પીડાતા લોકો સકુશળ થઈ જાય છે છતા પણ કોઈ તેમને ઓળખી શકતુ નથી. માટે તે કોઈ અનન્ય લીલા ગ્રામ્યજનો સમક્ષ પ્રગટ કરવાનો નિશ્ચય કરે છે.
રાંદલ માતાજી બાજુના ધૂતારપુરા ગામ મા જાય છે કે જ્યા બાદશાહના સિપાઈઓ હોય છે. દુધ-ઘી આ માલધારીઓ પાસેથી લેવા માટે તેમની સમક્ષ તે ૧૬ વર્ષની કન્યાના સ્વરૂપમા જાય છે. બાદશાહ સુધી આ વાત પહોંચતા તે આ સુંદરી જ્યા છે ત્યા આવે છે કે અને તેને પોતાની સાથે જ લઈ જવા માટે આ માલધારીઓ પર ત્રાસ ગુજારે છે.
આ દ્રશ્ય જોઈને માતાજી ક્રોધિત થાય છે અને તેની પાસે ઊભેલા વાછડા ને પરીવર્તીત કરી નાખે છે અને સમગ્ર સેના નો નાશ કરી નાખે છે. જેથી, આ ગામ ને દડવા તરીકે ઓળખવા મા આવે છે રાંદલ માતાજી ને જોઈ ને ગ્રામજનો મા ખુશી ની લાગણી છવાઈ જાય છે.
આ પ્રસંગ બાદ રાંદલ માતા ગ્રામજનો ને વચન આપે છે કે જે કોઈ વ્યક્તિ તેમની સાચા હ્રદય થી તથા સંપુર્ણ શ્રધ્ધા થી ભક્તિ કરશે. તેમની તે સર્વ સમસ્યા હરી લેશે, અંધજન ને નેત્રો આપશે, અપંગ ને પગ આપશે, કોઢિયા નો કોઢ મટાડશે તથા નિઃસંતાન ને સંતાન આપશે.
આ દેવસ્થાન મા દર નવરાત્રીએ યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજી ના લોટા તેડાય છે, ચંડીપાઠ થાય છે તથા ગોરાણી જમાડાય છે તથા બટુક ભોજન પણ કરાવાય છે. દડવા મા રાંદલ માતા ના આ દેવસ્થાન મા પરોઢ તથા સંધ્યા સમય ની આરતી ના દર્શન કરવા એ પોતાના મા જ એક લ્હાવો પ્રાપ્ત કરવા જેવુ છે.
અહી પરોઢે ૫ વાગ્યે તથા સાંજે ૭ વાગ્યે આરતી થાય છે. અહી પ્રાચીન રીત-રીવાજ મુજબ શંખ-ઢોલ-નગારા તથા ઘંટ ના સ્વર સાથે આરતી કરવા મા આવે છે. દડવા ના આ દેવસ્થાન ના દર્શનાર્થે દેશ-વિદેશ થી ભક્તો ની ભીડ ઉમટે છે. મિત્રો, અંતે ફક્ત એટલી જ વાત કહીશ કે, જ્યા માણસો ની વિચારવા ની ક્ષમતા નો અંત આવે છે ત્યા થી શ્રધ્ધા ના દ્વાર નો પ્રારંભ થાય છે.