જે ઘરે લગ્ન ના ઢોલ વાગવાના હતા એ જ ઘરે થી ચાર લોકો ની અર્થી ઉઠી! સર્જાયા કરુણ દૃશયો
લગ્ન એક ખુશી નો પ્રસંગ છે. લગ્ન એ બે પરિવાર ને જોડેછે. ઘરમાં લગ્નની તૈયારી છોકરા-છોકરી ની વાત પાકી થતા ની સાથેજ થઈ જાય છે. પરંતુ આવા મંગળકારી પ્રસંગ માં જો પરિવાર ના કોઈ પણ સભ્યનું મૃતયુ થઇ જાય તો? આ વી ઘટના બનતાજ જે પરીવાર લગ્ન ની તૈયારી માં હતો,તે એકા એક શોક માં ડૂબી જાય છે.
એક એવીજ ઘટના અહી સામે આવી છે. જયા લગ્ન ની વાત કરીને પાછા ફરતી વેળાએ અકસ્માત માં એજ પરિવારના ૪ લોકો ના મૃત્યું થયા છે. જેમાંથી ત્રણ કાકા-દાદા ના ભાઈઓ અને એક તેમના બનેવી હતા. જયારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઇ છે. તો ચાલો આપડે આ બનાવ વિશે આખી માહિતી મેળવીએ.
આ બનાવ બિહારનો છે. કે જ્યા એકજ પરિવાર ના ૪ સદસ્યો ને મોત નો સામનો કરવો પડયો હતો. આ રોડ અકસ્માત રાષ્ટ્રીય હાઇવે ૨ પર સાદાબાદ પાસે થયો, કે જ્યાં એ ફૂલ સ્પીડ માં આવતા ટ્રક એ એક ગાડીને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત માં ૩ ભાઈઓ કે જેઓ મુરાદાબાદ ના વતની છે તેવા દિવાકર સાવ, કૃષ્ણ કુમાર, ગોપાલ પ્રસાદ અને તેમના બનેવી અશોક ગુપ્તા નું મોત થઇ ગયું છે. જયારે તેમની સાથેનો એક અન્ય વ્યક્તિ ને ગંભીર ઈજા થઇ છે.
આસપાસ ના લોકો તેમને હોસ્પિટલ લઇ ગયા છે જ્યાં તેની તબિયત ખુબ નાજુક કહેવામાં આવે છે આ અકસ્માત બાદ ટ્રક ચલાવનાર ઘટના સ્થળથી ભાગી ગયો છે. આ બનાવ ની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી. અને તપાસ સારું કરી હતી. તેમણે આ ૪ મૃતસવો પોતાના કબ્જા માં લીધા અને તેમના પરીજનો ને અકસ્માત અંગે માહિતી આપીહતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!