જો તમારી પાસે છે આ એક રુપીયા ની નોટ તો તમે લાખોપતિ બનવાના ઈ પાકુ છે
નવી દિલ્હી : જો તમારી પાસે જુની નોટો અને સિક્કા છે તો તમે તેનાથી હજારો અને લાખો રૂપિયાની આવક મેળવી શકો છો. ઈ-કોમર્સ સાઈટ ઈબે પર 1969 માં છપાયેલી એક રૂપિયાની નોટ 699 ડોલર એટલે કે 51 હજાર રૂપિયામાં ઓકશન થઈ રહી છે.
આ પ્રકારની એન્ટીક નોટ કે સિક્કા ખરીદનાર તેને મોટી કિંમત ચુકવીને ખરીદતા હોય છે. આ સાઈટ પર જુના સિક્કા અને ભારતીય નોટ ઘણા વધુ ભાવમાં વેચાઈ રહ્યા છે. જો તમારી પાસે દુર્લભ સિક્કા કે નોટ છે તો તમે તેમાંથી લાખો રૂપિયાની આવક મેળવી શકો છો. 41 વર્ષ જુની નોટ માટેની પ્રારંભીક બોલી 100 ડોલર એટલે કે 7300 ડોલર બોલવામાં આવી છે. આ અંદાજથે તેની કિંમત 70 ગણાથી પણ વધી ગઈ છે. 2 રૂપિયાની નોટ 19.99 ડોલર એટલે કે 1460 રૂપિયામાં ઓક્સન થઈ રહી છે. એસ વેંકટરામનની સહી ધરાવતી નોટ રૂ.2190માં મળી રહી છે.
તેના શિપિંગ ચાર્જિસ વધારાના 20 ડોલર એટલે કે રૂ.1460 છે 1981/1982ના એક રૂપિયાના બે સિક્કાની કિંમત 1241 રૂપિયા છે. જેમાં શિપિંગ ચાર્જ 1095 રૂપિયા લાગશે. 1917ના એક પૈસા સહિત ઘણા જુના સિક્કાની કિંમત રૂ.1900 છે. ઈબે પર જુના સિક્કાથી બનેલો રાજસ્થાનિ ગળાનો હાર રૂ.14,235માં ઓક્સન થઈ રહ્યો છે, આ ઓક્સન અમેરિકાથી થઈ રહ્યુ છે. આ ઓક્સનમાં તાજેતરમાં બંધ થયેલી 500 ની નોટનો પણ સમાવેશ થાય છે.