Entertainment

જ્યારે સફેદ સાડી માં કેટરીના કેફ પહોંચી વિકી કૌશલ ના ઘરે તો જોવા વાળા…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ લોકો માં ઘણું લોકપ્રિય છે જેની લોકપ્રિયતા દેશ અને વિદેશ માં પણ ફેલાયેલ છે. લોકો બોલીવુડ ની ફિલ્મો ઉપરાંત બોલીવુડ ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. જેના કારણે પોતાના ચહિતા કલાકારો ના જીવન અંગે જાણવા માંગતા હોઈ છે.

લોકોની એવી ઇચ્છા રહેલી હોઈ છે કે પોતે જે કલાકારો ને પસંદ કરે છે તે હંમેશા શું કરે છે તેની જાણકારી તેમને રાખવી ગમે છે. તેમાં પણ જો વાત આવા કલાકારો ના લગ્નને લાગતી હોઈ તો લોકોને તેમાં ઘણો રસ હોઈ છે. તેઓ ક્યાં ? ક્યારે ? કેવીરીતે ? અને કેટલા લોકો વચ્ચે લગ્ન કરવાના છે. આ તમામ બાબતો અંગે તેમને જાણવું ગમે છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલ આખા બોલીવુડ માં વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્ન ઘણા ચર્ચામા છે. અને હવે જેમ જેમ લગ્નના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ લોકોમાં ઉત્શાહ જોવા મળી રહ્યો છે. આ સાથો સાથ બંને કલાકારો પણ ઘણા જ ખુશ નજરે પડે છે. અને તેઓ લગ્નના તમામ ક્ષણો ને ભરપૂર માણતા જોવા મળી રહ્યા છે. જેમાં હાલમાં જ જ્યારે કેટરીના કેફ જ્યારે પોતાના થનાર પતિ વિક્કી કૌશલ ના ઘરે પહોંચી ત્યારેનો તેમનો લુક ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે હાલમાં જ કેટરિના કેફ સફેદ સાડીમાં પોતાના થનાર પતિ વિકી કૌશલના ઘરે જોવા મળ્યા હતા. અહીંયા તેઓ પોતાની માતા સાથે પહોંચીયા હતા. જો વાત કેટરીના કેફ ના લુક અંગે કરીએ તો ખુલ્લા વાળ અને ચમકદાર સાડીમાં કેટરીના કોઈ દેવદૂતથી ઓછી લાગતી ન હતી. આ દરમિયાન તેમના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. તેની સાથે ઉમા સુઝેન અને પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળ્યા હતા.

જયારે કેટરીના વિકી ના ઘરે પહોંચી ત્યારે તેમણે મીડિયા સામે હાથ પણ હલાવ્યો હતો અને કેટરિનાની શરારા સ્ટાઈલની સાડી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી અને તેના ચહેરા પરની ચમક જોવા લાયક હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટરીના અને વિકી આવતા અઠવાડિયે રાજસ્થાનમાં એક ખાનગી સમારંભમાં લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન સાદા હશે અને તેમાં પરિવાર અને અંગત મિત્રો જ હાજર હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *