ઝારખંડ માં એક બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અક્સ્માત માં 10 લોકોના જીવ ગયા જ્યારે અન્ય 12 લોકો….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ નવું વર્ષ આવી ગયું છે. આ નવા વર્ષે લોકો એક બીજાને સુખી અને સુરક્ષિત રહેવાની શુભકામનાઓ પાઠવે છે. પરંતુ નવા વર્ષે પણ અક્સ્મત નાં બનાવો શરૂ જ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વાહનો ની સંખ્યામાં કેટલો વધારો જોવા મળે છે. તેવામાં અક્સ્મતો માં પણ વધારો જોવા મળે છે.
આવા અકસ્માત એક કે બીજા વ્યક્તિ ની ભૂલ કે ગેરસમજ ના કારણે સર્જાય છે. જયારે અમુક અક્સ્મતો માં કોઈની ભુલ ન હોઈ તો પણ અકસ્માત થતો જોવા મળે છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ.
હાલ આવા જ એક દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે કે જ્યાં એક બસ અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં 10 લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે જ્યારે અકસ્માત માં 12 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અંગે ની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત ઝારખંડ નાં પાકુર જિલ્લા માં આવેલાં અમદાપારા પોલીસ સ્ટેશન વિસ્તારના સલપાત્રા ગામ પાસે સર્જાયો હતો. આ વિસ્તાર માં એક પેસેન્જર બસ અને સિલિન્ડર ભરેલી ટ્રક વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ના કારણે 10 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત અકસ્માત માં 12 લોકો ને ગંભીર ઈજા પહોંચી હતી.
જો વાત આ અકસ્માત ગ્રસ્ત બસ અને ટ્રક અંગે કરીએ તો મળતી માહિતી મુજબ આ બસ પાગલ બાબા નામની એક પેસેન્જર બસ છે. કે જે બરહરવા થી દુમકા તરફ જઈ રહી હતી. જો વાત અકસ્માત ના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે હાજર લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત નું મૂળ કારણ ગાઢ ધુમ્મસ હતું. અકસ્માત અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યા હતા.