ડાયરાની મહેફિલ- કલાકારો એ એવી મહેફિલ જમાવી કે, લોકો એ કલાકારો પર રૂપિયા નો વરસાદ કરી દીધો. જુઓ વિડીયો.
ગુજરાત માં યોજાતા ડાયરાઓ નું મહત્વ કંઈક અલગ જ છે. ગુજરાત માં ડાયરા કલાકારો એવી મહેફિલ જમાવી દે છે કે લોકો તેમાં ધ્યાનમગ્ન થઈ જાય છે. ગુજરાત માં ઘણા બધા ડાયરા ના કલાકારો છે. જે ખુબ જ સારા પ્રોગ્રમો આપતા હોય છે. ગુજરાત ના ડાયરા ના કલાકારો માત્ર ગુજરાત માં જ નહીં દેશ ની બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. કલાકારો વિદેશ માં જય ને પણ ડાયરાઓ કરતા હોય છે.
જામનગર માં હાલ માં એક ડાયરા નું આયોજન થયું હતું. આમ એટલો બધા રૂપિયા નો વરસાદ થયો કે રૂપિયા ગણવા વાળા પણ થાકી ગયા. જામનગર ના પ્રદર્શન મેદાનમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન થયું છે. આ સપ્તાહ માં વિવિધ દિવસો એ અલગ અલગ પ્રોગ્રામો કરવામાં આવતા હોય છે. અને જુદી જુદી રીતે લોકો પ્રસંગો ને ધૂમધામ થી ઉજવે છે. વિવિધ સાંસ્કૃતિક કલાકારો દ્વારા કલાકૃતિઓ રજૂ કરવામાં આવે છે.
આ પ્રસંગે એક દિવસ રાત્રે ડાયરાના કલાકાર એવા કિર્તીદાનભાઈ ગઢવી કિંજલબેન દવે, અને નિશાબેન બારોટ ના પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું. તે લોકો એ ડાયરાની એવી મહેફિલ જમાવી કે લોકો રૂપિયા નો વરસાદ કરતા થાક્યા નહી. જામનગર માં એવો પ્રોગ્રામ ભાગ્યે જ પહેલા જોવા મળ્યો હોય એવા પ્રોગ્રામ નું આયોજન થયું હતું. 10-20-50-500 ની એટ્લી બધી નોટો ઉડી કે ત્યાં રૂપિયા ની પથારી થઈ હતી. આ રૂપિયા ગણવા વાળા લોકો ને આખી રાત પણ ટૂંકી પડી હતી.
આ પ્રસંગે જામનગરના હકુભા જાડેજા ના પરિવાર તથા તેમના સગાસંબંધીઓ, પોરબંદરના ધારાસભ્ય કાંધલ જાડેજા, જામનગરના અગ્રણી બિલ્ડર એવા મેરામણભાઇ પરમાર, ઉપરાંત રાજ્યભરમાંથી આવેલા અન્ય ધારાસભ્યો, તથા જાડેજા પરિવારના નિકટવર્તી સહિતના મહેમાનો વગેરે જેવા લોકો એ હાજરી આપી હતી કથા મંડપ ના સ્થળે કોથળા ભરી ભરીને ચલણી નોટો ઠાલવવામાં આવી હતી. અને કલાકારો પર ખુબ જ પૈસા નો વરસાદ થયો હતો. જુઓ વિડીયો.