ડીસા પાસે બનાસ નદી બ્રીજ પર એક એસટી અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો મોટો અકસ્માત આ અકસ્માતમાં બે લોકો ને……..

મિત્રો આપણેસૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશ અને રાજ્યમાં અકસ્માત ના કિસ્સાઓ માં વધારો થયો છે આવા અકસ્માતો ના કારણે ઘણા લોકો ને ઈજા પહોચે છે તો ઘણા લોકો આવા અકસ્માત માં પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે. પરંતુ દરેક અકસ્માત માં બંને વ્યક્તિઓ ની ભૂલ હોઈ તેવું જરૂરી નથી પરંતુ ઘણી વાર સામે વાળા વ્યક્તિના કારણે પણ કોઈ વ્યક્તિ અકસ્માત નો ભોગ બનતી હોઈ છે અને આવા અકસ્માત ના કારણે તેને પોતાનો જીવ ગુમાવવો પડે છે.

અકસ્માત નું કારણ ગમ્મેતે હોઈ પરંતુ આવા અકસ્માતો માં મૃત્યુ પામતા વ્યક્તિના પરિવાર પર શું વીતતી હશે તેના વિશે આપણે વિચારી પણ ના શકીએ પરંતુ આપણે સૌ પોતાના સવ્જનોને ખોવાનું દુઃખ જાણીએ છીએ. આપણે અહી એક એવાજ અકસ્માત વિશે વાત કરવાની છે કે જ્યાં એક ટ્રેક્ટર અને એક એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ના કારણે બે લોકો ને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. તો ચાલો આ અકસ્માત વિશે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત બનાસ નદીના બ્રીજ પર સર્જાયો છે. આહી સાંજના સમયે એક બસ અને એક ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતા આ અકસ્માત થયો છે. જો વાત આ એસટી બસ અંગે કરીએ તો આ બસ ડીસાથી ધાનેરા જઈ રહી હતી. જયારે વાત ટ્રેક્ટર સવાર લોકો અંગે કરીએ તો તેઓ ખેડૂતો હતા. તેઓની તાલેગઢ ગામના રહેવાસી તરીકે ઓળખ થઇ છે. આ ખેડૂતો પોતાની મગફળીનું વેચાણ ડીસા કરવા ગયા હતા, વેચાણ બાદ ખાતરલઈને પાછા આવી રહ્યા હતા.

તે જ વખતે સાંજના સમયે જ્યારે આ ટ્રેક્ટર બનાસ નદીના બ્રીજ પર પહોચું ત્યારે પાછળથી આવતી એસટી બસ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ના કારણે ટ્રેકટર સવાર એક ખેડૂત રસ્તા પર પટકાયો જયારે બીજા ખેડૂતના માથા પર આ ટ્રેકટર નું પૈડું ચડી ગયું. આમ આ બંને ખેડૂતો ની ઘટના સ્થળે જ મોત થઇ ગઈ હતી. જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામનાર બંને ખેડૂતો અંગે કરીએ તો તેમાંથી એકનું નામ ધનરાજ ભાઈ ચોધરી જયારે બીજા ખેડૂતનું નામ કાનજી ભાઈ ચોધરી માલુમ પડ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *