India

થવા જઈ રહ્યું છે ઘણુંજ મોટું ચન્દ્ર ગ્રહણ આ તારીખે થશે ગ્રહણ અને આટલા વિસ્તારોમા જોવા મળશે વિજ્ઞાનીકો ના મતે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે અંતરિક્ષ ઘણુંજ વિશાળ છે. આપણે આ વિશાળ અંતરિક્ષ ના એક નાના ભાગમાં સ્થાન ધરાવીએ છિએ. અંતરિક્ષ માં અવાર નવાર અનેક વિભિન્ન ઘટનઓ બનતી હોઈ છે. આ પૈકી અમુક ઘટનાઓ વિશે આપણે માહિતગાર હોઈએ છિએ જ્યારે અમુક ઘટના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ હોઈ છે.

આ ઘટનાઓ પૈકી ચન્દ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ નો સમાવેશ થાઈ છે. જો વાત આ ગ્રહણ વિશે કરીએ તો જયારે ચન્દ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવી જાય ત્યારે પૃથ્વી પર અમુક ભાગોમાં ચન્દ્ર નો પડછાયો પડે છે જેના કારણે સૂર્ય ગ્રહણ સર્જાય છે તેવીજ રીતે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચન્દ્ર વચ્ચે આવે તયારે ચન્દ્ર ગ્રહણ સર્જાય છે. હાલ આવુજ એક મોટું ચન્દ્ર ગ્રહણ સર્જાવ્વા જઈ રહ્યું છે. વિજ્ઞાનીકો ના માટે આ ચંદ્રગ્રહણ 580 વર્ષ પછી થઈ રહ્યું છે.

જો વાત કરીએ આ ચન્દ્ર ગ્રહણ કયારે અને ક્યાં દેખાશે તો તમને જણાવી દઈએ કે આ ચન્દ્ર ગ્રહણ 18 અને 19 નવેમ્બરે જોવા મળશે. આ ગ્રહણ અમેરિકાના 50 રાજ્યોમાં જોવા મળશે. આ એક આંશિક ચંદ્રગ્રહણ છે કે જેનો અર્થ એ થાય છે કે પૃથ્વીનો પડછાયો ચંદ્રના માત્ર 97 ટકા ભાગને આવરી લે છે.

જો વાત આ ગ્રહણ અંગે કરીએ તો આ ચન્દ્ર ગ્રહણ 580 વર્ષ પછી જોવા મળી રહ્યું છે. કારણ કે આ ચન્દ્ર ગ્રહણ નો સમય ગાળો 3 કલાક 28 મિનિટ અને 23 સેકન્ડનો રહેશે. જેના કારણે વૈજ્ઞાનિકો આ દ્રશ્યને તેમના કેમેરામાં રેકોર્ડ કરવા માટે તૈયાર છે.

જો વાત આ ગ્રહણ ના દેખવા અંગે કરીએ તો આ ચન્દ્ર ગ્રહણ અમેરિકા ઉપરાંત પેસિફિક મહાસાગરના દેશો સાથો સાથ અલાસ્કા અને પશ્ચિમ યુરોપ તથા પૂર્વીય ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ઉપરાંત જાપાનમા જોવા મળશે. જો કે શરુઆત મા ચંદ્ર ઉગવાના સમયે પૂર્વએશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ થોડા વખત જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *