દયાભાભી’નો કમર હલાવતો ડાન્સ જે મલાઈકા અરોરાને પણ ટક્કર મારે એવો તમે પણ જોય ને દંગ રય જશો

દયાભાભી એટલે કે દિશા વાકાણી છેલ્લાં 4 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં ભલે જોવા ન મળતી હોય, પણ આજે પણ તે શોનો મહત્વનો ભાગ છે. ફેન્સ ફરી એક વખત તેને ટીવી પર જોવા માટે ઉત્સુક છે. દયાભાભીના રોલમાં દિશા વાકાણીની ગુજરાતી સ્ટાઈલમાં લહેકાભરી એક્ટિંગને ફેન્સ હજી પણ યાદ કરી રહ્યા છે.

દિશાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ’થી ઓળખ મળી હતી. જોકે દિશાએ એ પહેલાં પણ નાટક શો અને ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. દિશા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. જોકે તે એટલા હીટ થયા નહોતા.

સોશ્યલ મીડિયા પર હાલ દયાભાભી એટલે કે દિશા વાકાણીનો આવો જ એક મ્યુઝિક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે દરિયા કિનારે માદક અદામાં સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. મરાઠી સોંગ ‘દરિયા કિનારે એક બંગલો’માં દયાભાભીનો અલગ જ અંદાજ જોવા મળે છે આ મરાઠી સોંગના વીડિયોમાં દિશા વાકાણી પીળા રંગના ડ્રેસમાં સ્ટનિંગ દેખાય છે. તેના ડાન્સના મૂવ્સ પણ શાનદાર છે. ખાસ કરીને દિશાને અલગ અંદાજમાં કમર હલાવતા જોઈને તમને પણ નવાઈ લાગશે.

નોંધનીય છે કે અત્યાર સુધી ફેન્સે દિશા વાકાણીને દયાભાભીના રોલમાં મોટાભાગે ગરબા કરતાં જોયા છે. તેના ગરબા સીરિયલની મોસ્ટ ફેમસ વસ્તુઓમાંથી એક છે. તેને ગરબા ક્વિન પણ કહેવામાં આવે છે. હવે જ્યારે જૂના એક વીડિયોમાં તેને ડાન્સના મૂવ્સ કરતાં જોઈને ફેન્સને પણ નવાઈ લાગી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *