Gujarat

દશામાની આરતી કરી રાત્રે ઘરે સૂતા હતા ત્યારે ટ્રક ફરી વળ્યો કેટલા લોકો નું અવસાન થયું તે જોવો….

Spread the love

અમરેલીના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રેલવે ફાટક સામે અડધી રાતે ગોજારા અકસ્માતમા 8 લોકોના મોત થયા છે. જેમાં મૃતકના સગાએ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવ્યું કે, અમારો 10 સભ્યોના પરિવારમાંથી અમે 8 સભ્યો ગુમાવી દીધા છે. બે લોકો હજુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. દશામાંનું વ્રત હતુ એટલે અમે પુજા આરતી કરી રાત્રે એક વાગ્યે ઘડીક ખાટલામાં આડા પડ્યાં. અમને ઉંઘનું ઝોકુ આવ્યુ કે એટલામાં તો ટ્રક અમારા છાપરા પર ચડી ગયો. બધા દુનિયાને અલવિદા કહી ગયા.’

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રેલવે ફાટક સામે અડધી રાતે ગોજારા અકસ્માતમા 8 લોકોના મોત થયા છે. જેમાં રાજકોટ તરફથી ટ્રકની ક્રેઇન જાફરાબાદ તરફ જતી હતી તે વખતે બાઢડા નજીક ઝૂંપડામાં સુતેલા નિદ્રાધીન પરિવાર પર ટ્રક ચડી જતાં લાશોનો ઢગલો થયો હતો. ઘટના બાદ પોલીસ દોડી આવી હતી અને 108 મારફતે મૃતકો અને ઇજાગ્રસ્ત લોકો સારવાર માટે અને પી.એમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મૃતકના સગા સાથે દિવ્ય ભાસ્કરની વતચીત
મૃતકના સગા મેરુભાઈએ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવ્યું કે, અમાપો 10 સભ્યોનો પરિવાર હતો, જેમાથી 8 ગુમાવી દીધા છે. જ્યારે બે સભ્યો હજુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. રાત્રે 1 વાગે સુતા કેમ કે દશામાનુ વ્રત હતુ. રાત્રે બધાએ આરતી પૂજા કરી ઘડીક આરામ કરવા ખાટલે બધા લાંબા થયા, અમને જોલુ આવ્યુ ત્યાં સાવરકુંડલા બાજુથી આવતો ટ્રક ડાયરેક અમારા છાપરા માથે જ ચડી ગયો. આજના દિવસે શ્રાવણ માસનો પ્રથમ દિવસ હતો જેથી પરિવારમાં ઉજમ હતો પણ બધાય લોકો દુનિયાને વિદાય કહી ગયા. એમ કરી મૃતકના સગા પરિવારો ઝૂંપડામાં હિબકે ચડેલાં કરુણ દર્શયો જોવા મળ્યાં હતાં.

મને અવાજ આવ્યો એટલે હું જાગી ગયો: સ્થાનિક
સ્થાનિક મનીષભાઈ વાઘોરાએ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં હું અહીંયા બટુકભાઈના ફામ હાઉસ સૂતો હતો અને અવાજ સંભળાયો, હુ અહીંયા આવ્યો તો અકસ્માત હતો. અમે બધાને જાણ કરી 108માં બધા લોકોને બેસાડ્યા અને બધા મૃતકોને મેં જોયા હતા અને પછી પોલીસ પણ આવી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *