દસ ભેંસ ખરીદી ને ધંધો ચાલુ કરેલો આજે કંપની નુ ટર્ન ઓવર કરોડો મા છે.

એક સિવિલ એન્જીનીયર સાત વર્ષમાં કરોડપતિ બની ગયો. મુર્રાહ ભેશ ના દુધની મહેરબાની થી. ફક્ત દશ મુર્રાહ ભેશોનો વેપાર શરુ કરવા વાળા સિવિલ એન્જીનીયર બલજીત સિંહ રેઢું ની પાસે આજે એક હજાર થી વધુ ભેસો છે. આજે વર્ષનું ૧૫૦ કરોડ ટર્ન ઓવર ની કંપની ના માલીક છે.

હરિયાણા ના જિન્દ જીલ્લામાં જન્મેલા ૫૧ વર્ષના બલજીત જણાવે છે કે તેમણે સિવિલ એન્જીનીયર નો અભ્યાસ તો કર્યો હતો પરંતુ ધ્યેય એક સફળ કારોબારી તરીકે ની ઓળખ ઉભી કરવાની હતી આ વિચાર સાથે તેણે મરઘા પાલન માટે હેચરી બિજનેશ શરુ કર્યો, પછી ૨૦૦૬ માં બ્લેક ગોલ્ડ ના નામથી પંજાબ અને હરિયાણા માં પ્રખ્યાત ૧૦ મુર્રાહ ભેસો સાથે ડેરી નો ધંધો શરુ કર્યો.

બલજીત તેની સફળતા નો પૂરો જશ આ ભેશોને આપે છે, તેમનું માનવું છે કે લોકો વિદેશી નસ્લો ને મહત્વ આપીને આપણા દેશની નસ્લો ને ધ્યાન બહાર કરી રહ્યા છે. આજ મુર્રાહ ભેશ ની કિંમત લાખોમાં છે. જાતે બલજિતે બે મહિના પહેલા મુર્રાહ ભેશ ની હાટડી ૧૧ લાખ રૂપિયા માં વેચી, બલજીત તેના સંરક્ષણ માટે સતત કાર્યરત છે અને તેમાં સફળ પણ થયા છે.

જમીન સાથે સંકળાયેલા બલજીત નો ધ્યેય પોતાના કારોબારમાં નફો કરવા સાથે સાથે હરિયાણા ના વધુ ને વધુ યુવાનો ને રોજગાર પૂરો પાડવા નો છે. આ વિચાર સાથે તેણે છંદ માં જ એક દુધનો પ્લાન્ટ ઉભો કર્યો છે જેની સાથે ૧૪ હજાર દૂધ ઉત્પાદકો જોડાયેલા છે.

ખેડૂતોને આધુનિક ટેસ્ટીંગ સાધન સાથે સારી જાત નો ચારો પણ અપાવતો જાય છે તેમ જ ૪૦-૫૦ લોકો ની ટીમ સતત ઉપલબ્ધ રહે છે જે દરેક જાતની જાણકારી અને સુવિધા દૂધ ઉત્પાદકો ને પહોચાડે છે. આખા હરિયાણામાં તેના ૧૨૦ દૂધ કેન્દ્રો છે અને ૩૦૦ થી વધુ દૂધ ભેગું કરવાના સેન્ટર. તેનું ઉત્પાદ દૂધ,દહીં,પનીર, આઈસ્ક્રીમ,ઘી,બટર અને મીઠાઈ બજાર માં લક્ષ્ય ફૂડ બ્રાંડ ના નામથી ઓળખવામાં આવે છે. હાલમાં કંપની ની ઉત્પાદન ક્ષમતા ૧.૫ લાખ લીટર દૂધ એક દિવસનું છે. તેની ગુણવત્તા જાળવી રાખવા માટે કંપની એ ટેટ્રાપેંક ટેકનોલોજી થી પોતાના ઉત્પાદનને લોન્ચ કરેલ છે.

પોતાના કઠીન પરિશ્રમ ના બળ ઉપર આજે બલજીત પાસે તેના ગ્રાહકોની યાદીમાં મોટા મોટા નામ જોડાયેલા છે તેમાં મુખ્ય છે મધર ડેરી, ગાર્ડન ડેરી, તાજ ગ્રુપ, ધ એરોમા.ગોપાલ સ્વીટ્સ, સિંધી સ્વીટ્સ, અને ચંદીગઢ ગ્રુપ ઓફ કોલેજેસ.

રેઢું ગ્રુપ ના અંતર્ગત રેઢું હેચરીજ પ્રાઇવેટ લીમીટેડ, રેઢું ફાર્મ પ્રાયવેટ લીમીટેડ અને જે એમ મિલ્સ પ્રાયવેટ લીમીટેડ પણ આવે છે. પોતાના દૂધ ઉત્પાદકો સિવાય બલજીતે મુર્રાહ ભેશો અને હોલ્સટીન ગાયોના બ્રીડીંગ કેન્દ્રો પણ ખોલ્યા છે. જે જગ્યાએ ઉત્પન થયેલા ઉત્તમ પ્રકારના કટડો બછડો ને દેશભર માં વેચવામાં આવે છે.

રેઢું ગ્રુપ ના અંતર્ગત રેઢું હેચરીજ પ્રાઇવેટ લીમીટેડ, રેઢું ફાર્મ પ્રાયવેટ લીમીટેડ અને જે એમ મિલ્સ પ્રાયવેટ લીમીટેડ પણ આવે છે. પોતાના દૂધ ઉત્પાદકો સિવાય બલજીતે મુર્રાહ ભેશો અને હોલ્સટીન ગાયોના બ્રીડીંગ કેન્દ્રો પણ ખોલ્યા છે. જે જગ્યાએ ઉત્પન થયેલા ઉત્તમ પ્રકારના કટડો બછડો ને દેશભર માં વેચવામાં આવે છે.

બલજીત નું સપનું છે જેમાં તે ઘણે અંશે સફળ પણ રહ્યો છે, કે તે મુર્રાહ ભેશો, ડેરી ફાર્મિંગ અને હરિયાણા ને વિશ્વના માનચિત્ર ઉપર એવી રીતે અંકિત કરે કે વિશ્વ માં હરિયાણા ની સંસ્કૃતી દૂધ અને દહીના નામથી ઓળખવામાં આવે. કહે છે ને જયારે ધ્યેય ઊંચા હોય તો સફળતાને પાંખો લગતા સમય નથી લાગતો. આ કહેવતને સાર્થક કરી બતાવી છે બલજીત સિંહ રેઢું એ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *