દહેજ માટે પતિએ પોતાની પત્ની પર કર્યો ચાકુથી વાર અને પાર કરી માણસાઇ તમામ હદો વાર ના કારણે પત્ની નું…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્નને આપણા સમાજમાં ઘણું મહત્વ આપવામાં છે. લગ્નને કારણે યુવક અને યુવતી તથા બે પરિવારો જોડાઈ છે. લગ્નને કારણે તમામ લોકોનું જીવન બદલાઈ જાય છે કારણ કે લગ્ન બાદ એક નવા વ્યક્તિને જીવનમાં એન્ટ્રી થાય છે .તેના પ્રત્યે લગ્ન કરનાર યુવક અને યુવતીની ફરજ હોય છે. લગ્નગ્રંથિ થી જોડાતા પહેલાં દરેક યુવક અને યુવતીની ઈચ્છા હોય છે, કે પોતાના જીવનસાથી તેમની સાથે સારી રીતે વર્તે અને જીવનના તમામ સુખ દુઃખમાં એક બીજાની સાથે ઉભા રે આવનારા તમામ પડકારોનો ભેગા મળીને સામનો કરો.

તેમની તેમની ઇચ્છા એકબીજા સાથે સારું જીવન વ્યતિત કરવાની હોઈ છે. દરેક સમાજ વ્યવસ્થા મા લગ્ન ઘણું મહત્વ ધરાવે છે. લગ્ન બાદ દરેક યુવતી માટે પોતાના પતિ ઘણું મહત્વ હોય છે. તેમની ઇચ્છા પોતાનું લગ્ન બાદ નું જીવન પતિ સાથે ખુશહાલ રીતે વીતે તેમ હોઈ છે. પરંતુ આપણે ઘણી વાર આપણને સમાજમાં એવા કિસ્સાઓ જોતા અને સાંભળતા હોઈએ છીએ, કે જે માનવતા ને શર્મ શાર કરી મૂકે છે.

હાલ આપણે અહીં એક એવા જ કિસ્સા અંગે વાત કરવાની છે. કે જયા દહેજ એ એક મહિલાનુ મૃત્યુનું કારણ બની ગયું યુવતિના લગ્ન બાદ સાસરીયા તરફથી દહેજ ના મળતા મહિલા સાથે મારઝૂડ કરવામાં આવતી હતી. અને તેનો પતિ પણ મહિલા સાથે મારઝુડ કરતો હતો. એક દિવસ પતિ દ્વારા પોતાની પત્નીને ચાકુ ના વાર કરીને પત્ની ની હત્યા કરવામાં આવી હતી. જો આ બનાવ વિશે વિસ્તારથી વાત કરીએ તો તે આ પ્રમાણે છે.

મળતી માહિતી મુજબ આ બનાવ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લોના સુલતાનપુર ઘોષ પોલીસ સ્ટેશન વિસ્તારના દાવતપુર ગામમાં નો છે અહીં રહેતા આરોપી નજમુલે ગુલનાઝ સાથે લગ્ન કર્યા હતા. તેમની ઉંમર માત્ર 26 વર્ષ હતી અને તેઓ કાનપુર ના રહેવાસી હતા. તમને જણાવી દઈએ કે આ બંને ના લગ્નને માત્ર પાંચ વર્ષજ થયા હતા.

પરંતુ લગ્ન બાદ મહિલા ના સાસરીયાઓ તરફ્થી મહિલા ને દહેજ માટે માર મારતા હતા. આ બાબત અંગે તે મહિલા ના પરિવાર તરફથી પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી હતી. અને બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ થોડા દિવસો પછી ગુલનાઝનો પતિ કમાવા માટે સાઉદી અરેબિયા ગયો.

પરંતુ નજ્મુલ જ્યારે સાઉદીથી પરત ફર્યો ત્યારે તે પત્ની સાથે મારઝોડ કરતો હતો. અને એક દિવસ સવારે ફરી નજમુલે ગુલનાઝને મારવાનું શરૂ કર્યું હતું. આ માર મારતાં નજ્મુલે પોતાની પત્ની ગુલનાઝ પર ચાકૂ વડે વાર કર્યો. જેના કારણે તે તડપવા લાગી અને થોડા સમય પછી ગુલનાઝનું અવસાન થયું. જો કે હાલ આરોપી નજમુલ પોલીસની કસ્ટડીમાં છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *