દેશના સૌથી અમીર કુટુંબ ની વહુ અને હાલના સમય માં કરોડો મહિલાઓ ની પ્રેરણા સમાન નીતા અંબાણી એ પહેલા જે કામ કરતી હતી તે જાણીને તમને પણ નવાઈ લાગશે…….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દુનિયામાં દરેક વ્યક્તિ પૈસા માટે કામ કરે છે દરેક વ્યક્તિની ઈચ્છા જીવનમાં વધુ ને વધુ પૈસા કમાવ્વાની હોય છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય મા પૈસોજ બધું છે.
તેવામાં આપણે આજે એક એવા પરીવાર કે જે ભારતમાં અમીરી શબ્દનો પર્યાય બની ગયો છે તેવા અંબાણી પરીવાર ની વહુ અને એક સફળ બિઝનેસ વુમન અને કરોડો મહિલાઓ ની પ્રેરણા સ્ત્રોતો તેવા નીતા અંબાણી વિશે વાત કરવાની છે તો ચાલો આજે આપણે તેમના વિશે થોડું જાણીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે આજે એટલે કે 1 નવેમ્બરે નીતા અંબાણીનો જન્મદિવસ છે આજના ખાસ દિવસે અમે તમને નીતા અંબાણી સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવ્વા જઈ રહ્યા છીએ જે તમે કદાચ જ જાણતા હસો.
મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી સાથે લગ્ન પહેલા નીતા અંબાણી એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. અને તેમણે લગ્ન પછી પણ તેણે થોડા વર્ષો સુધી બાળકોને ભણાવવાનું ચાલુ રાખ્યું.
જો વાત મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના લગ્ન અંગે કરીએ તો ધીરુભાઈ અંબાણીએ એક સમારોહમા નીતા અંબાણી ને જોયા હતા. તે સમયે નીતા અંબાણી ક્લાસિકલ ડાન્સર છે.તેમણે આ સમારોહમાં ભાગ લીધો હતો. અને અહીજ ધીરુભાઈએ નીતાને જોયા હતા અને તેમને પોતાના ઘરની વહુ બનાવવાનું નક્કી કર્યું હતું.
તેવામાં એક દિવસ નીતાને લગ્ન પહેલા અંબાણી પરિવાર તરફથી ઘરે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે ત્યાં સુધી લગ્નની કોઈ વાત થઈ ન હતી. અને તેજ સમયે મુકેશ અંબાણી અને નીતા પહેલીવાર મળ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે તે સમયે હું માત્ર 20 વર્ષની હતી અને ભણવામાં ધ્યાન આપતી હતી લગ્નનો નિર્ણય તે સમયે થોડો વહેલો હતો.