દેશ ના ઘણા રાજ્યોમાં વરસાદ ની આગાહી જોવા મળી શકે છે વાવાઝોડુ જાણો તમારાં રાજ્ય અંગે ની સ્થિતિ હવામાન વિભાગ ના…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળા ની ઋતુની શરૂઆત થઇ ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે ચોમાસાની ઋતુમાં મેઘરાજા સમગ્ર પ્રદેશ ઉપરાંત આખા દેશ પર પોતાની મેઘ માયા વર્ષાવી હતી. જેના કારણે દેશ ના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. આવા વરસાદ ના કારણે દેશ અને રાજ્ય માંથી જળ સંકટ ઘણું જ હળવું બન્યું હતું. જોકે મુશળ ધાર વરસાદની અસર અમુક વિસ્તારોમાં પૂર સ્વરૂપે પણ જોવા મળી હતી. જો કે હાલ દેશ ના ઘણા એવા રાજ્યો છે કે જ્યાંથી વરસાદે સત્તાવાર રીતે વિદાય લીધી છે.

અને અનેક વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. લોકોમાં માં ઠંડીનો કડાકો બોલી ગયો છે. તેવામાં હાલના સમય માં ઠંડી ની વચ્ચે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે ઉત્તર આંધ્ર પ્રદેશને અડીને આવેલા ઓડિશાના દરિયાકાંઠા માં લો ડિપ્રેશનને જોવા મળ્યું છે, આ ડિપ્રેસન ના કારણે અહીંના વિસ્તાર માં વાવાઝોડું જોવા મળી રહ્યું છે

આ વાવાઝોડું અનેક વિસ્તાર ને અસર કરશે. જણાવી દઈએ કે આ વવઝોડા નું નામ જોવાદ આપવામાં આવ્યું છે. એક અહેવાલ મુજબ આ ચક્ર્વાત ના કારણે 2 ડિસેમ્બર સુધી દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થશે. વાતાવરણ માં આવેલ આ ફેરફાર ના કારણે હવામાન વિભાગે જણાવ્યું છે કે આંદામાન સમુદ્રના મધ્ય ભાગ પર બનેલું નીચા દબાણ વાળું ક્ષેત્ર બુધવાર સુધીમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે.

જેના પછી આ ચક્ર્વાત મંગળવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર આગળ વધશે અને જે બાદ ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારે ટકરાશે. આ ચક્રવાત ના કારણે અનેક રાજ્યો જેવા કે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો માં અને તેની સાથે આંધ્ર પ્રદેશના ઉત્તરીય દરિયાકાંઠાના જિલ્લઓ માં ભારે વરસાદની સંભાવના છે. અને આ ચક્ર્વાત ના કારણે દેશ ના ઉત્તર પૂર્વના રાજ્યોમાં 5 થી 6 ડિસેમ્બર સુધીમાં ભારે વરસાદની આશંકા છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર પણ એક ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે, આ કારણે આવનારા સમય માં પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનશે. વાતાવરણ મા આવેલ આવા ફેરફાર ના કારણે તારીખ 2 ડિસેમ્બર સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. દરિયામાં ખરાબ સ્થિતિ ને કારણે માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. આ ઉપરાંત ખેડૂતોને પણ પોતાનો લણાયેલો પાક સુરક્ષિત સ્થળોએ લઈ જવાની સલાહ આપવામાં આવી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *