નદી મા ડૂબવાની એક પરીવાર ના પાંચ સભ્યો ના મોત થયા ! નાની એવીછે ભુલ

મિત્રો,આવતીકાલે શું થવાનું છે એ કોઈ જાણતું નથી. જીવનની કોઈપણ ક્ષણ અંતિમ ક્ષણ હોઈ શકે છે. તાજેતરમાં આવી જ એક હૃદય કંપાવનારી ઘટના સુરતના પરિવાર સાથે બની હતી.

સુરતના પરિવારના એક દીકરાના તાજેતરમાં જ લગ્ન થયેલા હોવાથી મહુવાના કુમકોતર ખાતે આવેલી જોરાવર પીરબાબાની મન્નત પૂરી કરવા આ પરિવાર ખુબજ હર્ષોલ્લાસ થી આવ્યો હતો. મન્નત પૂરી કરીને પરિવારના સભ્યો નદીમાં નાહવા ગયા. પરંતુ અચાનક જ પરણિત દંપતિ માંથી પતિ ડૂબવા લાગ્યો. તેને બચાવવા જતાં પત્ની પણ નદીમાં ડૂબી ગઈ. અને ત્યારબાદ બંને ભાભી અને માતા પણ નદીમાં ડૂબી જતાં એક જ પરિવારના પાંચ સભ્યો એકસાથે નદીમાં ડૂબી જવાથી પરિવારની ખુશી શોકમાં ફેરવાઇ ગઇ હતી. નદીમાંથી અત્યાર સુધી કુલ ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. પતિ-પત્ની હજુ પણ ગુમ છે.

પરિવારે નદીમાં લીધેલી અંતિમ તસવીરો મળી આવી છે. તસવીરો જોતાં દરેક વ્યક્તિને એક વિચાર તો આવી જ જાય કે એક ક્ષણ પહેલાં ની ખુશી ક્યારે શોકમાં ફેરવાઈ જાય તે કોઈ જાણી શકતું નથી.

ગુમ થયેલ આરીફશા સલીમશા ફકીર રત્ના લિંબાયત માં રહે છે અને એક કાપડની દુકાન ચલાવતો હતો. જેના તાજેતરમાં જ લગ્ન થયા હતા. પરિવારે લગ્નની મન્નત માંગેલી હતી. અને આ મન્નત પૂરી કરવા માટે સહ પરિવાર રીક્ષામાં જોરાવર પીર બાબા ની દરગાહમાં આવ્યા હતા. મન્નત પૂરી કર્યા બાદ નવદંપતી સહિત પરિવારના દસ સભ્યો અંબિકા નદીમાં નાહવા ગયા હતા.

પરિવારમાંથી બચી જનાર જાવેદશા સલીમશા ફકીરે જણાવ્યું હતું કે, હું બહાર જ બેઠો હતો અને થોડી જ વારમાં ભાઈ નદીમાં ડુબવા લાગ્યો, તેને બચાવવા સૌ પહેલાં મારી માતા ગઈ અને પછી ભાઈ ની પત્ની અને ભાભી પણ બચાવવા ગયા.પરંતુ મારા પરિવારના બધા સભ્યો મારી નજર સામે જ ડૂબી ગયા હતા. મેં નદીમાંથી બાળકોને બહાર કાઢી લીધા હતા પરંતુ બીજા સભ્યોને હું બચાવી શક્યો ન હતો.

બે વર્ષ અગાઉ પણ સુરતના બે યુવાન કુમકોતર ગામે દરગાહ પર ચાદર ચઢાવી અંબિકા નદીમાં નાહવા ગયા હતા અને બંને ડૂબી ગયા હતા.અહીં ડૂબવાની ઘટના ઓ બનેલી હોવાથી સ્થાનિકો આ સ્થળે જતા નથી. અહી ટ્રસ્ટ દ્વારા નદીમાં નાહવા બાબતે બોર્ડ પણ મુકવામાં આવ્યા છે થતાં સુરત નો પરીવાર નદીમાં નાહવા ઉતર્યો અને તેના પાંચ સભ્યો નદીમાં ડૂબી ગયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *